ગુજરાત

gujarat

ETV Bharat / state

26 ડિસેમ્બરે સૂર્યગ્રહણઃ 12 રાશિ પર કેવી અસર, કયો મંત્રજાપ કરશો? - Solar eclipse 2019

અમદાવાદ: 26 ડિસેમ્બરે ગુરૂવારે વર્ષ 2019નું છેલ્લુ ગ્રહણ છે. આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવાનું છે, જેથી તે ગ્રહણને પાળવાનું રહેશે. સૂર્ય ગ્રહણની બાર રાશિ પર શું અસર પડશે, અને સૂર્યગ્રહણ દરમિયાન કઈ રાશિના જાતકોએ શું ઉપાય અને કયા મંત્રજાપ કરવા તે અંગે જ્યોતિષાર્ચાય હેમિલભાઈ લાઠિયાએ Etv Bharatને વિશેષ માહિતી આપી છે. આવો આપણે જાણીએ કે, સૂર્યગ્રહણની અસરમાંથી બહાર નીકળવા કઈ રાશિએ કયા મંત્રજાપ કરવા.

rashi
રાશિ

By

Published : Dec 25, 2019, 12:52 PM IST

સૂર્યગ્રહણ અંગેની હાઈલાઈટ્સ

કંકણાકૃતિ સૂર્યગ્રહણઃ તારીખ 26/12/2019 માગશર વદ- 30 (અમાસ)ને ગુરૂવારના રોજ સૂર્યગ્રહણ થશે.
આ ગ્રહણ પૂર્વ આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, હિંદ મહાસાગર તથા ભારતમાં દેખાશે, જેથી ધાર્મિક રીતે પાળવાનું રહેશે.

26 ડિસેમ્બરે સૂર્યગ્રહણ
સૂર્ય ગ્રહણનો સ્પર્શઃ 0૮: ૦૪ કલાકગ્રહણનો મધ્ય સમયઃ ૦૯:૧૯ કલાકગ્રહણનો મોક્ષ સમયઃ ૧૦:૪૮ કલાકગ્રહણનો ભોગ્ય સમયઃ૦૨:૪૪ કલાકગ્રહણની તેજસ્વિતાઃ ૦.૯૭ મિનિટતા.25-12-2019ને સાંજે 06.03 કલાકે વેધ લાગશેમંદિરમાં સંધ્યા આરતી સાંજે 5-30 કલાકે થશે.તા.25-12-2019થી સાંજે 6 વાગ્યાથી તા.26-12-2019ના સવારે 11-30 સુધી મંદિર બંધ રહેશે.
26 ડિસેમ્બરે સૂર્યગ્રહણ

સૂર્યગ્રહણની બાર રાશિ પર શુ અસર થશે?

મેષ : પ્રેમ પ્રસંગ, શેરબજાર, વિદ્યા અને નવા કાર્યમાં તકેદારી રાખવી, કામકાજમાં જોખમ ન ખેડવું, સંતાન બાબતે થોડી દ્વિધા રહે.
વૃષભ : અણધાર્યા લાભ થઈ શકે, વ્યવસાય અથવા નોકરીમાં પરિવર્તન થાય, શત્રુ ભય ઘટે.
મિથુન : ભાગીદારીમાં તકેદારી રાખવી, જાહેર જીવનના કામમાં ગેરસમજ થઈ શકે છે, જીવનસાથી સાથે શાંતિ જાળવવી.
કર્ક : આકસ્મિક લાભ થઈ શકે છે, જૂના અટકેલા કામનો ઉકેલ સંભવિત છે, આત્મવિશ્વાસ વધે.
સિંહ : મુસાફરી થઈ શકે, કામકાજમાં વધુ પરિશ્રમ બાદ ફળ મળે, વડીલવર્ગ સાથે વિચાર મતભેદ થાય અને આપને સમ્માન મળે.
કન્યા : કામકાજમાં ધાર્યું થઈ શકે, સફળતા મળે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનારને મહેનતનું યોગ્ય ફળ મળે.
તુલા : સાહસ સૂઝે પણ ગણતરી જરૂરી, કામની કદર થાય, લાભ પણ થાય.
વૃશ્ચિક : ધીરજ રાખવી, નિર્ણય શક્તિનો અભાવ, આકસ્મિક ખર્ચ આવે.
ધન : તન, મન અને ધન ત્રણેય બાબતમાં ચોકસાઈ રાખવી, ઉદ્વેગ જોવા મળે, ખટપટથી દૂર રહેવું.
મકર : પરિવાર બાબતે શાંતિ જાળવવી, ખર્ચ વધે, વાણી સંયમ રાખવો જરૂરી છે.
કુંભ : ગેરસમજ દૂર થાય, મિત્ર કે પરિવારમાં કોઈ કાર્ય થાય, મુસાફરી થાય, કામકાજમાં ઉત્સાહ જોવા મળે.
મીન : મન થોડું અશાંત રહે, ઘરમાં તબિયત અંગે દ્વિધા રહે, મિલકત અંગેના કામમાં તકેદારી રાખવી.

26 ડિસેમ્બરે યોજાનાર સૂર્યગ્રહણની બાર રાશિ પર અસર અને કયો મંત્રજાપ કરશો?

ABOUT THE AUTHOR

...view details