અમદાવાદઃ શહેરની સોલા પોલીસે શાકભાજીના વેચાણકર્તાઓ અને ફળોના વેચાણકર્તાઓ માટે અલાયદી વ્યવસ્થા કરી છે. જેમાં સોલા હદ વિસ્તારના જે વેચાણકર્તાઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. તેમને ગરમીથી રાહત મળે અને પોતે વેચાણ કરી શકે તે માટે મંડપ સહિતની વ્યવસ્થા કરી આપી છે.
સોલા પોલીસે શાકભાજી અને ફળોના ફેરિયાઓને મદદ કરી - લોકાડઉન ન્યૂઝ
કોરોના વાઈરસના કારણે અપાયેલા લોકડાઉનમાં પોલીસના જુદા-જુદા સ્વરૂપોના જોવા મળ્યા છે.જેમાં પોલીસ ગેરવાજબી રીતે અને કામ વગર બહાર નીકળતા લોકોને વાઈરસથી બચાવવા તેમને મેથીપાક આપી રહી છે તો બીજી તરફ જરૂરિયાતમંદોને મદદ પણ કરી રહી છે.આવું જ એક ઉદાહરણ અમદાવાદની સોલા પોલીસે પૂરું પાડ્યું છે.
ahmedabad
જમીનની ફાળવણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.અહીં સૌથી મહત્વની વાત એ છે કે દરેક વેચાણ કરતાં સોશિયલ ડિસ્ટન્સ, રાખીને માસ્ક તથા મોજા પહેરીને અને સેનિટાઈઝર સાથે રાખીને વેચાણ કરી રહ્યા છે.સોલા પોલીસ દ્વારા તે માટે કેટલાક નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં..