અમદાવાદ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હજુ હાટકેશ્વર બ્રિજના મુદ્દે બહાર આવી શક્યું નથી તે બ્રિજનું આગામી શુ કામ કરવામા આવશે તે પણ નક્કી કરવામાં આવ્યું નથી.ત્યારે વધુ એક બ્રિજનું કૌભાંડ RTI દ્વારા સામે આવ્યું છે. જેમાં એક વર્ષમાં તૈયાર થયેલ બે બ્રિજ પહોળાઈ અલગ અલગ જોવા મળી રહી છે. અંજલી ફ્લાય ઓવરબ્રિજ અને ઇન્કમટેક્સ ફ્લાય ઓવર પહોળાઈ RTI દ્વારા અલગ અલગ માહિતી સામે આવી છે.
વધુ એક કૌભાંડ:AMC વિપક્ષ નેતા શહેઝાદ ખાને જણાવ્યું હતું કે હાટકેશ્વર બ્રિજ પછી હજુ અમદાવાદ શહેરના ઓવર બ્રિજનું કૌભાંડ સામે આવી રહ્યું છે. આજ વધુ એક બ્રિજ કૌભાંડ સામેં આવ્યું છે. આશ્રમ રોડ પર આવેલ ઇન્કમટેક્ષ ફ્લાય ઓવર બ્રિજ 4 લેન કે 6 લેન નહીં પણ પરંતુ 5 લેન ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે જે અમદાવાદનો પ્રથમ બ્રિજ હશે. CRRI રિપોર્ટદ્વારા નક્કી કરવામાં આવે છે કે બ્રિજ કેવી રીતે તૈયાર થશે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારી અલગ જ પ્રકારના બ્રિજ તૈયાર કરી રહ્યા છે. આશ્રમ રોડના બ્રિજ બ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે. તે બંને બ્રિજ અલગ અલગ પહોળાઈ જોવા મળી રહી છે.
CRRI એ 3.5 મીટરનો 4 લેન બ્રિજ નક્કી કર્યો હતો:RTI માં સ્પષ્ટ સામે આવ્યું છે કે CRRI દ્વારા 3.5 લેનનો 4 લેન બ્રિજ બનાવવાનું નક્કી કર્યું હતું પણ અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન અધિકારીઓ દ્વારા 2.5 મીટરનો 5 લેન બ્રિજ તૈયાર કર્યો છે. જેમાં અમદાવાદ શહેરના તમામ બ્રિજ 4 લેન 16.5 મિટર પહોળાઈ ધરાવે છે. જ્યારે ઇન્કમટેક્ષ ફ્લાય ઓવર બ્રિજ 20.50 મીટર પહોળાઈ ધરાવતો બ્રિજ છે જેમાં RTIમાં AMC ના અધિકારી કહ્યું હતું કે ઇન્કમટેક્ષ ફ્લાય ઓવર બ્રિજ 5 લેનનો છે. કોન્ટ્રકટરને ફાયદો કરવામાં માટે બ્રિજને 2.5 લેનનો બ્રિજ બનવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.