અમદાવાદથી ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ પરપ્રાંતીઓને લઈ જતી ટ્રેન રવાના - લૉક ડાઉન ટ્રેન
અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી આજે જુદી જુદી ચાર ટ્રેનો પરપ્રાંતિયોને તેમના વતન લઈ જવા રવાના થવાની હતી. જેમાંથી ત્રણ ટ્રેનો રવાના થઇ ચુકી છે. ઉત્તર પ્રદેશ માટે ત્રણ અને એક ટ્રેન બિહાર જવા માટે રવાના થવાની હતી. અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ કુલ પાંચ ટ્રેન રવાના થઇ છે.
અમદાવાદઃ જેમાં સાંજે 4 વાગે એક ટ્રેન 1200 પ્રવાસીઓને લઈને ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ રવાના થઇ છે. જોકે સરકાર દ્વારા એવી જાહેરાત કરાઈ હોવા છતાં કે ટિકીટ ભાડાના 85 ટકા કેન્દ્ર સરકાર અને 15 ટકા રાજ્ય સરકાર ખર્ચ ભોગવશે. પરંતુ દરેક મજુર પાસેથી 600 રૂપિયા જેટલી માતબર ટીકીટની રકમ વસૂલવામાં આવી હતી. આ મુદ્દે રાજકારણ પણ ખૂબ જ ગરમાયુ છે. કોંગ્રેસે જાહેરાત કરી હતી કે વતન જતા મજૂરોની ટ્રેનની ટિકિટનો ખર્ચો કોંગ્રેસ આપશે. પરંતુ અમદાવાદમાં આવો કોઈ પણ ખર્ચ અપાયો ન હતો.ફક્ત ટિકીટ પર મજૂરોને અપાયેલ કન્સેસનનો ઉલ્લેખ કરાયો હતો. મજૂરોએ ફરિયાદ કરી હતી કે,તેમને જમવાનું પણ આપવામાં આવ્યું નથી. ફક્ત પીવા માટે પાણી આપવામાં આવ્યું છે.