સરકારી વકીલ મિનલ ભટ્ટે દલીલ કરી હતી કે, આરોપીએ શરીરના મહત્વના ભાગમાં ચપ્પાના 2-3 ઘા માર્યા હતા, જેની નોંધ લેવામાં આવે. હત્યામાં જે ક્રૂરતા આચરવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને વધુંમાં વધુ સજાની માગ કરી હતી. આ ગુનામાં સંડોવાયેલા હથિયાર સહિત કુલ 14 સાક્ષીઓ અને 12 દસ્તાવેજી પુરાવવા રજૂ કરવામાં આવ્યા હતા.
હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી
અમદાવાદ: રિસાઈને ગયેલી પત્નીને લેવા ગયેલા પતિ પર સાળાએ હુમલો કરી હત્યા કરવાના કેસમાં અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે મંગળવારે આરોપી તેજેન્દ્રસિહ પરિહરને આજીવન કેદની સજા ફટકારી છે.
આજીવન કેદની સજા ફટકારી
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં પીયર ગયેલી પત્નીને લેવા ગયેલા પતિ રઘુનાથ તોમરની તેમના સાળા દ્વારા બોલાચાલી કરી ચપ્પાના ઘા મારી હત્યા કરી નાખી હતી. આ મુદ્દે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.