- સી પ્લેન આજે અમદાવાદ પહોંચશે
- મોદી 31 ઓક્ટોમ્બરે સી પ્લેન પ્રોજેક્ટને મુકશે ખુલ્લો
- અમદાવાદથી કેવડિયા પહોંચતા ફક્ત 45 મિનિટ
આજે સી પ્લેન અમદાવાદ પહોંચશે, પેસેન્જર દીઠ 4800 રૂપિયા રહેશે ભાડું - અમદાવાદ રિવરફ્રન્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોમ્બરે અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયા સી પ્લેન મારફતે જશે અને સી પ્લેન પ્રોજેક્ટને ખુલ્લો મુકશે. ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રિવરફ્રન્ટ ખાતે આવનારુ સી પ્લેનને માલદીવથી રવિવારે ઉડાન ભરી કોચી પહોંચી ચૂક્યું છે. કોચીમાં ઇંધણ ભરાવી તે ગોવા મારફતે આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે પહોંચી જશે.
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોમ્બરે અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયા સી પ્લેન મારફતે જશે અને આ સી પ્લેન પ્રોજેક્ટને ખુલ્લો મુકશે. ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રિવરફ્રન્ટ ખાતે આવનારુ સી પ્લેન માલદીવથી રવિવારે ઉડાન ભરી કોચી પહોંચી ચૂક્યું છે. કોચીમાં ઇંધણ ભરાવી તે ગોવા મારફતે આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે પહોંચી જશે.
પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની ઉડાન યોજના હેઠળ હોવા છતાં ભાડું 4800 રૂપિયા
કેન્દ્ર સરકારની ઉડાન યોજના હેઠળ રીજનલ કનેક્ટિવિટી સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 1 કલાકથી ઓછા સમયમાં ફ્લાઈટની મુસાફરી પૂરી કરી શકાય તેમ હોવાથી તે રૂટ પર ભાડું રૂપિયા 2500 નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે આ રૂટનું 4800 ભાડું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે આટલા ભાડામાં સામાન્ય માણસની હવાઈ મુસાફરીનો હેતુ સિદ્ધ થશે કે, કેમ તેના પર પણ શંકા ઉભી થાય છે.