અમદાવાદઃ દિવાળી બાદ સ્કૂલોમાં 1 થી 12 ધોરણ ફરીથી ઓફલાઇન ( State schools offline classes )શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સ્કૂલોએ ફી ફરજિયાત લેવા દબાણ પણ કર્યું છે, ત્યારે હવે ફી સિવાય પણ સ્કૂલ ડ્રેસ માટે (Uniform mandatory in online class )વાલીઓને ફરજ પાડવામાં આવી રહી છે.સ્કૂલમાંથી જ સ્કૂલ ડ્રેસ ખરીદવા તથા ઓનલાઇન વર્ગમાં પણ સ્કૂલ ડ્રેસ ફરજિયાત પહેરવા માટે વાલીઓને સ્કૂલ દ્વારા મેલ કરવામાં આવી રહ્યા છે.
સ્કૂલનો એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો
અમદાવાદની આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલ દ્વારા સ્કૂલનો એક પરિપત્ર જાહેર (circular issued by the school )કરવામાં આવ્યો છે જેમાં સ્કૂલ ડ્રેસ ફરજિયાત સ્કૂલમાંથી જ ખરીદવા જાણ કરવામાં આવી છે. સ્કૂલ ડ્રેસ ખરીદવા માટે વાલીઓએ ક્યારે જવુ તે માટે પણ શિડયુલ વાલીઓને મોકલવામાં આવ્યું છે.ઉપરાંત સ્કૂલે 3 જાન્યુઆરીથી સ્કૂલ ડ્રેસ ફરજિયાતકર્યો છે અને ઓફલાઇન કલાસ હોય કે ઓનલાઈન હોય પરંતુ સ્કૂલ ડ્રેસ બંને જગ્યાએ ફરજિયાત પહેરવા મેલમાં જાણ કરવામાં આવી છે.