હરેન પંડ્યા હત્યા કેસઃ આરોપીઓની સજા યથાવત, સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજી ફગાવી - ગુજરાતના તત્કાલિન ગૃહપ્રધાન
અમદાવાદ: ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યા મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટે ફેરવિચારણા અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારના રોજ 10 આરોપીઓની સજા જેમની તેમ રાખી છે. આ મામલે આરોપીઓએ દાખલ કરી ફેરવિચારણા અરજીને રદ કરવાનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં આરોપી જાહેર થયેલા 12માંથી 10 આરોપીએ ફેરવિચારણા અરજી દાખલ કરી હતી.
haren pandya murder case
અહીં ઉલ્લેખનીય છે કે, 2003માં ગુજરાતના તત્કાલિન ગૃહપ્રધાન હરેન પંડ્યાની હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં સંડોવાયેલા 12 આરોપીમાંથી 10 આરોપીએ આ કેસમાં ફેરવિચારણા અરજી દાખલ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે આજે રદ કરી દીધી છે.
Last Updated : Nov 21, 2019, 3:59 PM IST