માહિતી પ્રમાણે, 25 માર્ચે વસ્ત્રાપુર પોલીસે ક્રોસવલ્ડ નામના મોલમાં સગીરાનો વીડિયો ઉતારવાની ઘટનામાં પોલીસે તે સમયે જ આરોપીની ધરપકડ કરી હતી.આ ઘટનાની ગંભીરતાને લઈને શહેર પોલીસ કમિશ્નરે દરેક મોલમાં મહિલાઓની સુરક્ષા માટે મોલના માલિકોને સૂચના આપવામાં આવી હતી જેને લઈને આજે સેટેલાઇટ પોલીસે ઓસિયા મોલમાં ચેકીંગ હાથ ધર્યું હતું. પોલીસે ખાસ મહિલાઓના ચેન્જિંગ રૂમમાં ચેકીંગ કર્યું હતું કે, ત્યાં કોઈ કેમેરા લગાવવામાં આવ્યા છે કે નહીં.
સેટેલાઇટ પોલીસે ઓસિયા મૉલમાં કર્યું સરપ્રાઈઝ ચેકિંગ - surprise checking
અમદાવાદઃ શહેર પોલીસ કમિશ્નરે મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામામાં મૉલમાં ખરીદી કરવા માટે આવતી મહિલાઓ જ્યારે કપડાં ચેન્જ કરવા માટે ચેજિંગ રૂમનો ઉપયોગ કરે છે ત્યારે આ રુમની બહાર મહિલા ગાર્ડ ખાસ રાખવામાં આવે તેવુ કહેવામાં આવ્યું છે. જે આધારે સેટેલાઇટ પોલીસે ઓસિયા મૉલમાં ચેકીંગ હાથ ધર્યું હતું.
સેટેલાઇટ પોલીસ
ખાસ તોમહિલાઓ પોતાના કપડા ચેન્જ કરવા જાય ત્યારે બહાર મહિલા ગાર્ડ રાખવામાં આવી છે કે નહીં અનેપોલીસે મૉલમાં ચેકીંગ કરીને મૉલના મેનેજર સહિત લોકોને જરૂરી સૂચના આપી હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારનું ચેકીંગ આવનાર સમયમાં યથાવત રીતે ચાલુ રાખવામાં આવશે.