ગરમીને લઈને પશુ પંખીઓ પાણીની શોધમાં શહેરી વિસ્તારોમાં આવતા હોય છે, પણ તેમને ગરમીને કારણે તેમના મોત નીપજતા હોય છે. ત્યારે ગાંધીનગરના કોબા ગામ ખાતે પંખીઓ શાંતિથી રહી શકે અને પાણી પી શકે તે માટે કોબા ગામના સરપંચ યોગેશભાઈ નાઈ દ્વારા કોબા ગામની સોસાયટીઓમાં પંખી માટે માળા અને પાણી માટે કુંડાઓ બાંધવામાં આવ્યા છે.
ગાંધીનગરના કોબા ગામના સરપંચની જીવદયા માટે અનોખી વ્યવસ્થા - Summer
અમદાવાદઃ અસહ્ય ગરમીની શરૂઆત થઇ ચુકી છે, ત્યારે મનુષ્ય સાથે પશુ પંખીઓની હાલત પણ કફોડી બની ગઈ છે, જેને લઈને પંખીઓને રહેવા અને પાણી પીવા પણ નથી મળતું ત્યારે કોબા ગામના સરપંચે જીવદયા માટે અનોખુ કાર્ય કર્યુ છે.
જીવદયા માટે અનોખી વ્યવસ્થા
જેથી પંખીઓને પાણી અને રહેવા માટે ઘર મળી રહે તે માટે કોબા ગામની સોસાયટીઓમાં વ્યવસ્થા કરવામાં આવી છે.