ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime News : પ્રેમલગ્ન કરનાર યુવતીના પરિવારજનોએ કર્યુ યુવતીનું અપહરણ, ઘટના CCTVમાં કેદ - love married case

અમદાવાદમાં પ્રેમલગ્ન કરનાર યુવતીના અપહરણની ઘટના (Kidnapping case in Ahmedabad) સામે આવી હતી. યુવતીના પ્રેમલગ્નથી પરિવારજનો નારાજ જોવા મળી રહ્યા હતા. ત્યારે પરિવારજનોએ જ યુવતીનું અપહરણ કર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે. (Sardarnagar love married girl Kidnapping)

Ahmedabad : પ્રેમલગ્ન કરનાર યુવતીના પરિવારજનોએ કર્યુ યુવતીનું અપહરણ, ઘટના CCTVમાં કેદ
Ahmedabad : પ્રેમલગ્ન કરનાર યુવતીના પરિવારજનોએ કર્યુ યુવતીનું અપહરણ, ઘટના CCTVમાં કેદ

By

Published : Jan 21, 2023, 3:26 PM IST

અમદાવાદમાં પ્રેમલગ્ન કરનાર યુવતીના પરિવારજનોએ કર્યુ યુવતીનું અપહરણ

અમદાવાદ :શહેરમાં પ્રેમલગ્ન કરનાર યુવતીના પરિવારજનોએ જ યુવતીનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. એક મહિના પહેલા જ યુવતીએ પોતાની પસંદગીના યુવક સાથે કોર્ટમાં જઈને લગ્ન કર્યા હતા. જે બાદથી પરિવારજનોમાં નારાજગી જોવા મળી હતી, ત્યારે શુક્રવારે યુવતી પતિ સાથે તેના મિત્રના ઘરે હતી, તે સમયે જ યુવતીના પિતા અને તેની સાથેના અમુક શખ્સો જબરદસ્તી તેને અપહરણ કરીને ફરાર થઈ જતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

શું હતો સમગ્ર મામલો : અમદાવાદના નિકોલ વિસ્તારમાં ન્યૂ ઇન્ડિયા કોલોનીમાં રહેતા સચિન નાઈ નામના 27 વર્ષીય યુવકે આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવકનું મૂળ ગામ અરવલ્લી હોય અને તેઓના ગામડે ફળિયાની પાસે ચૌધરી પરિવાર રહેતો હોય અને ત્યાં જ રહેતા ચૌધરીની દીકરી મનસ્વી ચૌધરી સાથે યુવકને પ્રેમ સંબંધ હોય તેને રાજીખુશીથી ઘરેથી ભાગી જઈને 9 ડિસેમ્બર 2022ના રોજ મીરજાપુર કોર્ટ ખાતે હિન્દુ લગ્ન વિધિથી પ્રેમ લગ્ન કર્યા હતા. તેમજ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવી નિકોલમાં પતિ પત્ની સાથે રહેતા હતા.

આ પણ વાંચો :Patan news: સિદ્ધપુરમાં પોલીસે અપહરણ અને ખંડણીનો કારસો નિષ્ફળ બનાવ્યો

યુવકને માર માર્યો : 20 જાન્યુઆરી 2023 ના શુક્રવારના રોજ બપોરે 1 વાગે ફરિયાદી તેમજ તેની પત્ની બંને જણા ઘરેથી નીકળીને સરદારનગરમાં તેઓના પરિચિત મિત્રના ઘરે મળવા ગયા હતા. બપોરે 3 વાગે આસપાસ તેઓ ત્યાં બેઠા હતા, ત્યારે અચાનક જ તેઓના મિત્રનો ઘરનો દરવાજો ખુલ્લો હોય તેમાંથી અજાણ્યા શખ્સે ઘરમાં ઘુસી સચિન નાઈ સાથે મારામારી કરી હતી. તે દરમિયાન ફરિયાદીની પત્નીના પિતા ચૌધરી પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને યુવક સાથે બોલાચાલી કરી ઉશ્કેરાઈને તેને માર માર્યો હતો. જે બાદ બ્લેક કલરની ક્રેટા ગાડીમાં ફરિયાદીની પત્ની મનસ્વીને બેસાડીને જ લઈ ગયા હતા, જે બાદ ફરિયાદીએ રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તમામ લોકો ફરાર થઈ જતા આ સમગ્ર મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.

આ પણ વાંચો :સુરતના બિલ્ડરનું અપહરણ, લૂંટને 12 કરોડના બિટકોઇન મામલે તમામ આરોપીઓને હાઇકોર્ટ દ્વારા નોટિસ

પોલીસનું નિવદેન : આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી, ત્યારે સરદારનગર પોલીસે ગાડીના નંબરના આધારે આરોપીઓને પકડવા માટે અલગ અલગ વીમો કામે લગાડી છે. આ અંગે સરદારનગર પોલીસ સ્ટેશનના PI પી.વી ગોહિલે જણાવ્યું હતું કે, ગુના સંદર્ભે સામેલ આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details