આ પાંચ દિવસોમાંથી પહેલા દિવસે મોટિવેશનલ સ્પિકર સંજય રાવલ કારકિર્દીને સફળ બનાવવામાં વાંચન અને વિચારની ભૂમિકા વિશે વ્યક્ત આપ્યું હતું. લાંબાગાળાની સફળતા માટે માત્ર ટેક્નિકલ કુશળતા જ જરૂરી છે. જનમાનસમાં પ્રવર્તી ધાણાથી વિપરીત સંજય રાવલે વાત સ્પષ્ટ કરી કે સારા વાંચનથી કેવી રીતે બૌદ્ધિક ક્ષમતા વધારવામાં અને કારકિર્દીમાં મહત્વનું યોગદાન આપે છે.
GLF: પ્રથમ દિવસે સંજય રાવલનું વાંચન, વિચાર અને કારકિર્દી વિષય પર વક્તવ્ય
અમદાવાદઃ રાજ્યમાં સાહિત્યના સૌથી મોટા મેળાવડા ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલનો 18 ડિસેમ્બરથી પ્રારંભ થયો હતો. આ ફેસ્ટિવલનું આયોજન અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા હેરિટેજ લોંજમાં કરવામાં આવ્યું છે. આ સાહિત્યક પ્રવૃતિઓનો સૌથી મોટો જલસો મનાતા GLFની 8મી આવૃતિ છે. આગામી પાંચ દિવસો દરમિયાન 200 કરતાં વધુ વક્તાઓ ભાગ લેશે અને 90 વધુ કાર્યક્રમો અને વર્કશોપ યોજાશે.
ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલનો 18 ડિસેમ્બરથી પ્રારંભ થયો
આ કાર્યક્રમના પાંચ દિવસનો સ્ક્રીન રાઇટિંગ વર્કશોપ બુધવારે સવારે શરૂ થયો હતો. આ વર્કશોપ સ્ક્રીન રાઇટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને હિન્દી સિનેમાના જાણીતા દિગ્દર્શક સુભાષ ઘાઇ દ્વારા સંચાલિત દેશની પ્રીમિયર ફિલ્મ શિક્ષણની સંસ્થા વિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ સાથે મળીને સંયુક્ત રીતે યોજાઇ રહ્યો છે.