સાણંદ ભાજપ મહિલા મોરચાના પ્રદેશમંત્રીને ધમકી બાદ ફરિયાદ - સાણંદ
સાણંદમાં ભાજપ મહિલા મોરચાના પ્રદેશમંત્રી અને સાણંદ ભાજપ પ્રમુખ વિરુદ્ધ એક શખ્સે ફેસબૂક પર વીડિયો વાયરલ કરતાં બંને લોકોએ સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા મોરચાના પ્રદેશમંત્રી મહિલાઓના કામ ન કરતાં હોવાનો આક્ષેપ તેમ જ તેમને બીભત્સ ગાળો બોલતાં મહિલા મહામંત્રીએ સાણંદ પોલીસ સ્ટેશનમાં સહદેવસિંહ સામે ફરિયાદ નોંધાવી છે.
સાણંદ ભાજપ મહિલા મોરચાના પ્રદેશમંત્રીને ધમકી બાદ ફરિયાદ
અમદાવાદઃ સાણંદમાં રહીને વકીલાત કરતાં રક્ષાબહેન પરમાર સાણંદ નગરપાલિકાના પ્રમુખ અને ભાજપ મહિલા મોરચાના પ્રદેશ મંત્રી છે.તેઓ ગઇકાલે નગરપાલિકાની ઓફિસે જતાં હતાં ત્યારે રસ્તામાં સહદેવસિંહ ગોહિલ નામનો વ્યક્તિ મળ્યો હતો.સહદેવસિંહે રક્ષાબહેનને કહ્યું કે,કેમ તેઓ કુપરવાસની મહિલાઓને સરખા જવાબ નથી આપતાં,આમ કહીને તેણે રક્ષાબહેનને બીભત્સ ગાળો બોલી હતી.રક્ષાબહેને કહ્યું કે તેમણે કોઇને આડા જવાબો આપ્યા નથી તેમ જ હાલ નગરપાલિકાનું કામ ચાલુ જ છે.