ગુજરાત

gujarat

ETV Bharat / state

દશેરામાં વાહનોનું ધૂમ વેચાણ, ગતવર્ષ કરતાં 4 વ્હીલર વાહનોનું વેચાણ વધ્યું - 4 વ્હીલર વાહનો

દશેરાના દિવસે લોકો શુભ કાર્ય કરતા હોય છે અને નવી વસ્તુની ખરીદી કરતા હોય છે. મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનોની ખરીદી કરે છે. હાલ કોરોનાકાળમાં વેપાર ધંધામાં મંદી હોવા છતાં આ વર્ષે દશેરામાં વાહનોનું ધૂમ વેચાણ થયું છે. ગત વર્ષ કરતા આ વર્ષે 4 વ્હીલર વાહનોનું વેચાણ વધ્યું છે.

vehicles
vehicles

By

Published : Oct 25, 2020, 9:09 PM IST

  • દશેરામાં વાહનોનું ધૂમ વેચાણ
  • કોરોનાકાળમાં પણ દશેરાના દિવસે કરોડોના વાહનો વેચાયાં
  • 4 વ્હીલર વાહનોનું વેચાણ વધ્યું

અમદાવાદઃ દશેરાના દિવસે કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે, ત્યારે દશેરાના દિવસે મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનોની ખરીદી કરે છે. હાલ કોરોનાકાળમાં વેપાર ધંધામાં મંદી હોવા છતાં આ વર્ષે દશેરામાં વાહનોનું ધૂમ વેચાણ થયું છે.

દરવર્ષ કરતા 15 ટકા વધારે 4 વ્હીલર વાહનો વેચાયાં

આ દશેરામાં દર વર્ષ કરતાં 15 ટકા જેટલી વધુ કારનું વેચાણ થયું છે. પાલડી પાસેના એક કાર શો રૂમના મેનેજરે ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે દર વર્ષ કરતાં વધારે કારનું વેચાણ થયું છે. દર વર્ષ કરતા વધુ લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું છે.

રાજ્યભરમાં ઑટોમોબાઇલ ક્ષેત્રે સારો વેપાર

ઑટોમોબાઇલ ક્ષેત્રે જોડાયેલા વેપારીઓનું માનવું છે કે, કોરોના અને લોકડાઉન બાદ ઓટોમોબાઇલ ક્ષેત્રે મંદીનો માહોલ હતો, પરંતુ આ દશેરામાં મોટા પ્રમાણમાં વાહનોનું વેચાણ થતા તેમને આશા જાગી છે કે ઑટોમોબાઇલ ક્ષેત્ર પરના મંદીના વાદળો ટૂંક સમયમાં દૂર થશે.

ABOUT THE AUTHOR

...view details