હાલ, ભારતીય જનતા પાર્ટીનું સભ્યવૃદ્ધિ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રના ફિલ્મ અને લોકસાહિત્યાકારો પહેલા પણ જોડાયા હતા. આ તમામ કલાકારોનું ભાજપમાં સ્વાગત કરતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, સંગઠન પર્વ હેઠળ હાલમાં વિવિધ વર્ગના લોકો અને આગેવાનો ભાજપમાં જોડાય રહ્યા છે. તેમનું સ્વાગત કરવામાં આવે છે.
સદસ્યતા અભિયાન અંતર્ગત ગુજરાતી સંગીત કલાકારો ભાજપમાં જોડાયા - gujarati news
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ્ ખાતે સભ્યવૃદ્ધિ અભિયાન અંતર્ગત વિવિધ ક્ષેત્રના કલાકારો ભાજપમાં વિધિવત રીતે જોડાઈ રહ્યા છે. અભિયાનના ભાગરુપે ઉત્તર ગુજરાતના લોકસાહિત્યકારો, સંગીતકારો તેમજ ફિલ્મ કલાકારો સહિતના 50 કલાકારો જોડાયા હતા. ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા તેમજ કે.સી.પટેલ દ્વારા તમામનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભાજપના મહામંત્રી કે.સી પટેલ ઉત્તર ગુજરાતનું નેતૃત્વ કરતા હોવાથી તેમની ઉપસ્થિતિમાં ખાસ તેમના હસ્તે કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ તમામ કલાકારો સ્વંભૂ રીતે ભાજપમાં જોડાવા માટે આવ્યા છે. તેથી તેમનું સ્વાગત કરવામાં આવે છે. આ પ્રસંગે ગાયક રિદ્ધી વ્યાસે જણાવ્યું હતું કે, ભાજપમાં જોડાવાની તક મળી છે તે મારા માટે ગૌરવની વાત છે.
તેમજ 370ની કલમને પ્રધામનંત્રી અને અમિત શાહ દ્વારા દૂર કરવામાં આવી તે ભારત માટે ગૌરવની બાબત છે. ગાયક વિનય નાયકે જણાવ્યું હતું કે, ભાજપમાં જોડાવાથી હું ખુશ છું અને ગર્વની લાગણી અનુભવું છું. 370ની કલમ હટાવીને વડાપ્રધાને દેશ માટે મોટું કામ કર્યુ છે. આજની યુવા પેઢી તેમની સાથે રહે તે વાત અનુસરીને ભાજપમાં જોડાવાનો મારો હેતુ છે.