પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યની કુલ ૧૦,૧૮૦ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા-જુદા માધ્યમમાં કુલ ૧,૧૮,૧૧૦ જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ છે. જે પૈકી વિદ્યાર્થીઓની પસંદગી અને ૬ કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓના નિયમોને ધ્યાનમાં લઈ પ્રથમ રાઉન્ડમાં ૯૯,૪૭૯ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવેલ છે તથા ૧૩ મે ૨૦૧૯ સુધીમાં જે તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ મેળવી લેવા જણાવવામાં આવેલ છે.
RTE હેઠળ ૯૯,૦૦૦થી વધુ બાળકોને પ્રવેશ આપ્યો હોવાનો સરકારનો દાવો - school
અમદાવાદ: RTE એક્ટ-2009ની કલમ 12.1(C) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ ૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા ગુજરાત સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના પ્રયાસોથી વાલીઓમાં જાગૃતિ આવતા શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૧,૯૩,૬૩૦ અરજીઓ ઓનલાઈન મળી હતી. જેમાંથી ૧,૯૦,૦૪૯ અરજીઓ માન્ય કરેલ હતી. ૧૦૭૨ જેટલી અરજીઓ અધૂરા દસ્તાવેજો જેવા કે જુદા જુદા કારણોસર અમાન્ય ઠરેલ હતી. જ્યારે ૧૮૦૯ અરજીઓ અરજદારો દ્વારા બે વખત અરજી કરાતા જુની અરજી રદ્દ કરવામાં આવી હતી.
અમદાવાદ
પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવેલ નથી તેવા વિદ્યાર્થીઓને શાળામાં પસંદગીની ફરીથી તક આપી નિયમ અનુસાર પ્રવેશની કાર્યવાહી કરવામાં આવશે. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઓડીયા, તેલુગુ અને ઉર્દૂ માધ્યમમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.