- શહેરમાં બીજા દિવસે ફાયરિંગ વિથ લૂંટ
- જ્વેલસ શો રૂમમાં થઈ લૂંટ
- અગાઉની જ ગેંગે લૂટ કરી હોવાની શક્યતા
અમદાવાદ: શહેરનો પૂર્વ વિસ્તાર ગુનાનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. નવુ વર્ષ શરૂ થતાં જ એક બાદ એક ગંભીર ગુનાઓ બની રહ્યા છે. ઠક્કરબાપા નગરમાં ફાયરિંગ કરીને પાન મસાલાની દુકાનમાં લૂંટ થઇ હતી. તે બાદ આજે નિકોલમાં જ્વેલર્સ શો રૂમમાં ફાયરિંગ કરીને લૂંટ કરી છે.
અમદાવાદમાં સતત બીજા દિવસે ફાયરિંગ વિથ લૂંટ બીજા દિવસે પણ ફાયરિંગ વિથ લૂટ
શહેરના નિકોલમાં ઉમિયા સર્કલ પાસે આવેલ હિરલ જ્વેલર્સ નામની દુકાનમાં અચાનક જ એક શખ્સ બંદૂક લઈને આવ્યો હતો. ત્યારબાદ દુકાનદાર સાથે મારામારી કરી દુકાનમાં 2.60 લાખની રોકડ રકમની લૂંટ કરી હતી. જ્યારે અન્ય દાગીનાની લૂંટ કરી હતી. કુલ 6.70 લાખની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં સતત બીજા દિવસે ફાયરિંગ વિથ લૂંટ અગાઉની ગેંગ દ્વારા જ લૂંટ કરાઈની શક્યતા
ગઈકાલે જ ઠક્કરબાપા નગરમાં ધોળા દિવસે બંદૂક બતાવી લૂંટ કરાઈ હતી. ત્યારે આજે પણ તે જ રીતે બંદૂક બતાવી લૂંટ કરાઈ છે. પોલીસે કબ્જે કરેલ CCTV ફૂટેજમાં પણ લૂંટ કરનાર આવેલ શખ્સ ગઈકાલે આવેલ શખ્સ જેવો લાગે છે. ઉપરાંત ગઈકાલે જે રીતે બંદૂક બતાવી હતી તે જ હાવભાવ સાથે બંદૂક બતાવી લૂંટ કરી હતી. સમગ્ર મામલે જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. 2 દિવસથી સતત આ પ્રકારે લૂંટ થતાં પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ છે. આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. તેથી પૂર્વ વિસ્તારમાં વેપારીઓમાં ભય ફેલાયો છે.