ગુજરાત

gujarat

ETV Bharat / state

પોલીસની ઝુંબેશ, રોડ પર નિયમો તોડનાર ચાલકોને દંડના બદલે આપ્યા ગુલાબ

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફ્ટી ઝુંબેશ (Road Safety Campaign in Ahmedabad) ચલાવવામાં આવી રહી છે. રોંગ સાઇડમાં વાહન ચલાવતા ચાલકોને રોકીને પોલીસે દંડ કરવાને બદલે ગુલાબનું ફૂલ આપીને નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી હતી. (Ahmedabad Traffic Police)

પોલીસની ઝુંબેશ, રોડ પર નિયમો તોડનાર ચાલકોને દંડના બદલે આપ્યા ગુલાબ
પોલીસની ઝુંબેશ, રોડ પર નિયમો તોડનાર ચાલકોને દંડના બદલે આપ્યા ગુલાબ

By

Published : Jan 11, 2023, 6:43 PM IST

અમદાવાદ પોલીસની રોડ સેફ્ટી ઝુંબેશ ચલાવવામાં આવી

અમદાવાદ : હાલમાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં રોડ સેફ્ટી ઝુંબેશ ચલાવવામાં (Road Safety Campaign in Ahmedabad) આવી રહી છે. તેવામાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આ ઝુંબેશ અંતર્ગત વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા આવે તે માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તહેવારને લઈને શહેરમાં ટ્રાફિક જોવા મળે છે, ત્યારે શહેરના લાલ દરવાજા વિસ્તારમાં કારંજ પાસે રોંગ સાઈડ વાહન ચલાવતા ચાલકોને ટ્રાફિક પોલીસે રોકીને ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. (Ahmedabad Traffic Police)

આ પણ વાંચોસુરતમાં પૂર્ણેશ મોદીના હસ્તે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું

દંડ કરવાને બદલે ગુલાબનું ફૂલકારંજમાં વીજળી ઘર પાસે રોંગ સાઇડમાં વાહન ચલાવતા ચાલકોને રોકીને ટ્રાફિક પોલીસે દંડ કરવાને બદલે ગુલાબનું ફૂલ આપીને તેઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અપીલ (Road Safety Awareness in Ahmedabad) કરી હતી. ખાસ કરીને આવનાર દિવસોમાં ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત કરતા ચાલકોને તેમજ ટ્રાફિકના નિયમોનું યેન કેન પ્રકારે ભંગ કરતા ચાલકો સામે આ જ પ્રકારે ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે હાલ રોડ સેફટી અવેરનેસ લાવવા માટે શહેર પોલીસ દ્વારા સતત કામગીરી કરવામાં આવશે. (Traffic in Ahmedabad)

આ પણ વાંચોસુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે જૂઓ કોણ મેદાને ઊતર્યું અને શું કરી કામગીરી

ખાસ કાર્યક્રમનું આયોજનઆ અંગે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના ACP અશોકકુમાર રાઠવાએ જણાવ્યું હતું કે, રોડ સેફટી અંતર્ગત આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે હત્યા અને અન્ય કારણો કરતાં સૌથી વધુ મૃત્યુ રોડ અકસ્માતમાં લોકોના થતા હોય છે, ત્યારે લોકોના જીવ બચાવવા માટે શહેર પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી (traffic rules in Ahmedabad) રહ્યા છે અને તેના જ ભાગરૂપે રોડ સેફટી અવેરનેસ અમે લોકો વચ્ચે ફેલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં અમદાવાદમાં મકરસંક્રાંતિના તહેવારને લઈને શહેરમાં ટ્રાફિક જોવા મળશે. ત્યારે તે પૂર્વે લોકોની સલામતી માટે પોલીસ દ્વારા નાગરિકોને દંડ કરવાના બદલે પ્રેમથી ગુલાબનું ફૂલ આપીને કાયદાનું પાલન કરવા વિનંતી કરી રહ્યા છે. (traffic rules in gujarat)

ABOUT THE AUTHOR

...view details