ગુજરાત

gujarat

ETV Bharat / state

રિવરફ્રન્ટના આનંદ મેળામાં અધવચ્ચે અટકાઇ રાઇડ, આશરે 28 લોકો ફસાયા - Fair

અમદાવાદઃ ઉનાળા વેકેશનમાં લોકોના મનોરંજન માટે શહેરમાં વિવિધ પ્રવૃતિઓ ચાલી રહી છે. ત્યારે શહેરના રિવર ફ્રન્ટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ રાઈડ્સ પણ રાખવામાં આવી હતી. ત્યારે અચાનક જ ઉપર જતી રાઈડ્સમાં સવાર આશરે 28 લોકો ફસાયા હતા. જેમને ફાયર વિભાગે રેસ્ક્યુ કરી બચાવ્યા હતા.

ahd

By

Published : Jun 2, 2019, 9:30 PM IST

Updated : Jun 3, 2019, 8:00 AM IST

શહેરના આશ્રમ રોડ પરના આનંદ મેળામાં મોટી દુર્ઘટના ટળી હતી. આનંદ મેળામાં રાઈડ્સની મજા માણવા આવેલા લોકો પૈકી એક રાઈડ્સમાં આશરે 28 જેટલા લોકો રાઈડ્સ બંધ થઈ જતા ફસાયા હતા. અંદાજિત 45 મિનિટ જેટલો સમય લોકો 20 મિટર કરતા પણ ઉંચી જગ્યા પર ફસાયેલા રહ્યા હતા.

અમદાવાદના મેળામાં અધવચ્ચે અટકાઇ રાઇડ

બનાવની ફાયર વિભાગને જાણ થતા ફાયરની રેસ્ક્યુ ટિમ અને પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને હાઇડ્રોલિક સીડી વડે લોકોના જીવ બચાવી લેવાયા હતા. નીચે આવતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સમગ્ર મામલે મેળાના આયોજક સામે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું.

Last Updated : Jun 3, 2019, 8:00 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details