ગુજરાત

gujarat

Auto Association Protest : ઓલા-ઉબેરના વિરોધમાં આવ્યા રિક્ષાચાલકો, જાણો શું છે મામલો

By

Published : Jul 10, 2023, 5:35 PM IST

અમદાવાદમાં આજે અલગ અલગ 6 જેટલા રીક્ષા ચાલક એસોસિએશન દ્વારા અમદાવાદ RTO ઓફિસ ખાતે ગેરકાયદેસર બાઇક ટેક્સી ચાલકો સામે કાર્યવાહી  કરવામાં તેવી માંગ કરવામાં આવી હતી. જો આગળ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.

Auto Association Protest : ઓલા-ઉબેરના વિરોધમાં આવ્યા રિક્ષાચાલકો
Auto Association Protest : ઓલા-ઉબેરના વિરોધમાં આવ્યા રિક્ષાચાલકો

ઓલા-ઉબેરના વિરોધમાં આવ્યા રિક્ષાચાલકો, જાણો શું છે મામલો

અમદાવાદ : શહેરમાં નાગરીકોને અનેક ટ્રાન્સપોર્ટ સુવિધા પૂરી પાડવામાં આવે છે. જેમાં ખાસ કરી અમદાવાદમાં અંદાજે 2 લાખથી વધુ રીક્ષાચાલકો છે. શહેરમાં 6 અલગ અલગ રીક્ષા ચાલક એસોશિએશન દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ સંચાલકોએ ઓનલાઇન ચાલતી એપ્લિકેશનનો વિરોધ કર્યો છે. બાઇક-ટેક્સી ચાલકો ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે તેવો આક્ષેપ પણ કર્યો હતો. રિક્ષાચાલકોએ મુસાફરોની સલામતી જોખમમાં હોવાના આક્ષેપો કરી RTO ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું.

ગેરકાયદેસર કમાણી : આ અંગે વેલ્ફેર રીક્ષા ચાલક એસોસિએશન પ્રમુખ રાજ શિરખે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ઓનલાઇન એપ્લિકેશન મારફતે સફેદ નંબર પ્લેટથી ચલાવવામાં આવતા વાહનો કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. હવે ઓનલાઇન એપ્લિકેશનથી બાઈક ટેક્સીનો ઉપયોગ પણ વધ્યો છે. જે સફેદ નંબર પ્લેટમાં ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી છે. પરંતુ તેમની સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે અમારા ધંધા રોજગારમાં ખૂબ જ મોટી અસર જોવા મળી રહી છે. આરટીઓ ઓફિસમાં આવા બાઈક ચાલકોના નામ સરનામાં, મોબાઈલ નંબર અને ગાડીના નંબર સાથે આપવામાં આવ્યા છે. તેમ છતાં પણ કાર્યવાહી કરવામાં આવતી નથી.

છેલ્લા ચાર મહિનાથી અમદાવાદ રીક્ષા ચાલકના યુનિયન દ્વારા માંગ કરવામાં આવી છે. શહેરમાં ચાલતી ખાનગી ટેક્સી રીક્ષા અને ટેક્સી બાઈક ચાલક સામે કાર્યવાહી કરવામાં આવે. તેના અંતર્ગત આવેદન આપવામાં આવ્યા છે. આજ ફરી એકવાર આવેદન આપવામાં આવી રહ્યા છે. આ અંગે 13 તારીખના રોજ સરખેજથી આરટીઓ કચેરી સુધી રીક્ષાચાલકો એક રેલી યોજી વિરોધ પ્રદર્શન કરશે. આગામી સમયમાં જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભૂખ હડતાલ કરવામાં આવશે.-- વિજય મકવાણા (પ્રમુખ, અમદાવાદ રીક્ષા ચાલક એસોસિએશન)

RTO ઓફિસરને આવેદન પત્ર

લાઈસન્સ અરજી : આ અંગે RTO અધિકારી ઋતુરાજ દેસાઈ જણાવ્યું હતું કે, રીક્ષા ચાલકો દ્વારા ત્રણ ખાનગી કંપની ઉપર કાર્યવાહી કરવાનું આવેદન આપવામાં આવ્યું હતું. પરંતુ તેમાંથી એક ખાનગી કંપની પાસે લાયસન્સ છે. જ્યારે બે પાસે લાયસન્સ નથી. બંને ખાનગી કંપનીઓએ લાયસન્સ માટે અરજી કરેલ છે. તે અરજીની પ્રોસેસ ચાલી રહી છે. પરંતુ તેને જ્યાં સુધી લાઇસન્સ ન મળે ત્યાં સુધી તે પોતે ટેક્સી બાઈક ચલાવી શકે નહીં. આ અંગે અરજી લખીને તેને જાણ કરવામાં આવશે. તેમ છતાં પણ જો તે ટેક્સી બાઈક ચલાવે તો તેની સામે કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવશે.

  1. Ahmedabad Crime : ભેજાબાજ ચોર ! બાઈક ચોરી કરી આવી જગ્યાએ છુપાવ્યું
  2. Ahmedabad House collapses : મીઠાખળીમાં વહેલી સવારે એક મકાન ધરાશાયી, એકનું મોત

ABOUT THE AUTHOR

...view details