પ્રફુલભાઈ મંગળવારે રાતે પોતાની નોકરી પૂરી કરી પાસે આવેલા ATM ઉપર પૈસા ઉપાડી બહાર આવ્યા બાદ ચાર રિક્ષાચાલકોએ પાછળથી તેમના પર હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા શ્યામ શિખર ચાર રસ્તા ઉપર રિક્ષા ચાલકો દ્વારા રિક્ષા ઉભી રાખી ટ્રાફિકની સમસ્યા ઉભી કરવામાં આવી હતી. જેને લઈને પ્રફુલભાઈ દ્વારા તે રિક્ષાચાલકને ત્યાંથી ભગાડવામાં આવ્યા હતા. જેથી તે દિવસની અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં રીક્ષા ચાલકોનો ટ્રાફિક કોન્સ્ટેબલ પર હુમલો, બેની ધરપકડ બે ફરાર - etv bharat
અમદાવાદઃ શહેરના બાપુનગર શ્યામ શિખર ચાર રસ્તા પર મંગળવારે રાત્રે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા બે હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે આરોપી ફરાર છે.
traffic constables
જ્યારે પ્રફુલભાઈ પર આ હુમલો કરવામાં આવ્યો ત્યારે, શ્યામ શિખર ચાર રસ્તા ઉપર મહિલા ટ્રાફિક મહિલા નિભાવી રહી હતી. જેથી તેણીએ દોડીને ચારમાંથી બે હુમલાખોરોને પકડી પોલીસને હવાલે કર્યા હતા. જેથી આ મહિલા પોલીસની કામગીરીને પ્રશંસનીય ગણવામાં આવી હતી. પોલીસે આ બંને હુમલાખોરોની રિક્ષા ઊભી કરી છે અને અન્ય બે રિક્ષા ચાલકો કે, જે આ હુમલો કરવામાં સામેલ હતા તે લોકોની પણ શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
Last Updated : Sep 5, 2019, 11:04 AM IST