ગુજરાત

gujarat

ETV Bharat / state

Amit Shah: ગાંધીનગરમાં અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

ગાંધીનગર લોકસભા મતવિસ્તારની વિકાસ યોજનાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે અધિકારીઓને માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી હતી.

Amit Shah: ગાંધીનગરમાં અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક
Amit Shah: ગાંધીનગરમાં અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

By

Published : Aug 14, 2023, 8:36 AM IST

અમદાવાદ:કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે પોતાના ગાંધીનગર લોકસભા બેઠકના મતવિસ્તારમાં કાર્યરત વિકાસકીય યોજનાઓ અંગે અમદાવાદમાં ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અધ્યક્ષતામાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં અમદાવાદ તથા ગાંધીનગરના કલેકટરશ્રીઓ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

વૃક્ષારોપણની કામગીરી:કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ પોતાના મતવિસ્તારને હરિયાળો બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ત્યારે આ સમીક્ષા બેઠકમાં વૃક્ષારોપણની કામગીરીની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાનના પ્રયાસોનુંએ પરિણામ છે કે, ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં જૂન-2023 બાદ અત્યાર સુધી કુલ 1,02,123 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

લાભાર્થી પહોંચવો જોઈએ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમૃત સરોવરની પરિકલ્પનાને સાકાર કરવા માટે સીએસઆર અંતર્ગત ગાંધીનગર મતવિસ્તારનાં સાત તળાવોનું નવીનીકરણ અને બ્યુટીફિકેશનની કામગીરી ચાલી રહી છે. જે અંગે પણ આ સમીક્ષા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાનએ શાહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની યોજનાઓનો લાભ તમામ લાભાર્થી પહોંચવો જોઈએ. આ માટે તેઓ હંમેશાં કઈ યોજના કેટલા લાભાર્થી સુધી પહોંચી, તેની વિગતો સમયાંતરે સ્વયં ચકાસતા હોય છે. આ સમીક્ષા બેઠકમાં ગાંધીનગર મતવિસ્તારમાં ચાલતી વિકાસકીય યોજનાઓની વિશેષ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

વિસ્તૃત ચર્ચા:આ સમીક્ષા બેઠકમાં જિલ્લામાં પાકની બદલાતી પેટર્ન અંગે ચર્ચા કરવાની સાથે સાથે પ્રાકૃતિક ખેતી અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.યુવાનો અંગે વિશેષ કાળજી રાખીને કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન દ્વારા યુવાનો માટે રમતના મેદાનો તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ચર્ચા પણ કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ગ્રામ સડક યોજના તથા પોસ્ટ ઓફિસના નવીનીકરણ સહિતના મુદ્દાઓ અંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાનએ સૂચનો આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

  1. Amit Shah in Kutch : ગૃહપ્રધાન અમિત શાહે કચ્છમાં મૂરિંગ પ્લેસ સહિત સુરક્ષા પ્રકલ્પોમાં મહત્ત્વના લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યાં
  2. Amit Shah Visit Gujarat: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે BSFના મૂરીંગ પ્લેસનું ભૂમિપૂજન કર્યું

ABOUT THE AUTHOR

...view details