અમદાવાદ : યુદ્ધગ્રસ્ત યુક્રેનથી કેન્દ્ર સરકાર દ્વારા એરલિફ્ટ કરાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને અમદાવાદના (Students from Ahmedabad in Ukraine) GMDC ઓડિટોરિયમ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સ્વાગત મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી, સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન પ્રદીપ પરમાર, મેયર કિરીટ પરમાર, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ETV Bharat સાથે મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાર્થીઓના યુક્રેનથી (Russia Ukraine war) ઇવેકયુએશનને લઈને ખાસ વાત કરી હતી.
પ્રશ્ન : ભારત સરકારે મુસીબતમાં મુકાયેલ બીજા દેશોમાંથી ભારતીયોને એરલીફ્ટ કર્યા છે. આ પ્રસંગે આપ શું કહેશો ?
ઉતર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વૈશ્વિક નેતા છે. ભારતના નાગરિકોને વિદેશ મંત્રાલય સાથે મળીને ભારત લવાયા છે. જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે. તેને એમ્બેસીએ (Update Russia Ukraine War) એકઠા કરવાનું કાર્ય કર્યું છે. હવે તે તમામ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક વતન લાવવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર તેમને એરપોર્ટથી વોલ્વો બસ દ્વારા તેમના ઘરના દરવાજા સુધી મુકવા જઈ રહી છે. આ તમામ પ્રક્રિયામાં તેમના ભોજનથી લઈને સગવડતાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
પ્રશ્ન : હજી ઘણા વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે. તેમને કેટલા જલ્દી પરત લવાશે ?
ઉતર :આવા વિદ્યાર્થીઓના નામ અને નંબર છે. તેનું લોકેશન મળે એટલે અમે અધિકારીઓને સૂચના આપીએ છીએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓ કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા બધી જ તપાસ કરીને ડિટેલ્સ મેળવાય છે. તેનો સંપર્ક કરવામાં આવે છે. ભારત યુક્રેન એમ્બેસીના સંપર્કમાં છે. રશિયન સૈનિકો ભારતીય વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની હાની પહોંચાડી રહ્યા નથી.