અમદાવાદ : શહેરમાં લાંચિયા બાબુઓ સામે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ સપાટો (Bribery case in Ahmedabad) બોલાવ્યો છે. નારણપુરા વિસ્તારમાં એક સપ્તાહમાં બીજી ટ્રેપ ગોઠવી લાંચ લેનારા સરકારી બાબુની ધરપકડ કરી છે. હાલમાં જ નારણપુરાના ફરજ બજાવતા પોલીસકર્મીને 50 હજારની લાંચ લેતા ACB એ ઝડપયો હતો, ત્યારે તેજ વિસ્તારમાં આવેલી ROC'sની કચેરીમાંથી 1 હજાર રૂપિયાની લાંચ લેતા એક કર્મીને ઝડપી પાડ્યો છે. (Naranpura Bribery case)
આ પણ વાંચોકોન્સ્ટેબલે કેસ નહીં કરવાના 2.25 લાખ માંગ્યા, રૂપિયા સાથે ઝડપાયા
શું હતો સમગ્ર મામલો નારણપુરામાં આવેલી રજિસ્ટ્રાર ઓફ કંપનીઝની (Registrar of Companies Office) કચેરીમાં મલ્ટી ટાસ્ક સ્ટાફ વર્ગ - 4માં કામ કરતા 52 વર્ષીય વોલ્ટર સાયમન પટેલીયાને 1 હજાર રૂપિયાની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યો છે. આ મામલે ફરિયાદીએ પોતાની કંપનીના મેમોરેન્ડમ ઓફ સેટિસ્ફેકશન સર્ટિફિકેટ તેમજ ફોર્મ 17ની સર્ટીફાઇડ નકલ મેળવવા કચેરી ખાતે જઈ વોલ્ટર પટેલિયાનો સંપર્ક કર્યો હતો. તેથી તેણે ફરિયાદીને આ સર્ટિફાઇડ નકલ અને ચલણના નાણાં ઝડપથી મેળવવા 1 હજાર રૂપિયા આપવા પડશે. (ACB arrests govt employee taking bribe)
આ પણ વાંચોનારણપુરા પોલીસ સ્ટેશનનો લાંચિયો ASI 25000ની લાંચ લેતા ઝડપાયો, ACBએ ભણાવ્યો પાઠ
કેવી રીતે પકડાયો લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ACBનો સંપર્ક કરતા ACBએ છટકું ગોઠવીને આરોપીને 1000 રૂપિયાની લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ મામલે ACB એ આરોપીને ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.(Anti Corruption Bureau)