ગુજરાત

gujarat

અમદાવાદમાં પુષ્પા કો ઝૂકા દીયા : યુએઇના શારજાહ મોકલાતો કરોડોનો રક્તચંદન જથ્થો ઝડપી પાડ્યો

By

Published : May 31, 2022, 11:35 AM IST

અમદાવાદના સાબરમતી કન્ટેનર યાર્ડમાંથી 14.63 મેટ્રીક ટન રક્તચંદનનો (Red sandalwood in Ahmedabad) જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેની કિંમત કરોડોમાં ગણવામાં આવી છે. મળતી માહીતિ મુજબ આ રક્તચંદનનો જથ્થો યુએઈના શારજાહ મોકલવાનો હતો. આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં કેટલા કરોડોનો માલ પકડી પાડવામાં આવ્યો જુઓ..

અમદાવાદમાં પુષ્પા કો ઝૂકા દીયા : યુએઈના શારજાહ મોકલાતો કરોડોનો રક્તચંદન જથ્થો ઝડપી પાડ્યો
અમદાવાદમાં પુષ્પા કો ઝૂકા દીયા : યુએઈના શારજાહ મોકલાતો કરોડોનો રક્તચંદન જથ્થો ઝડપી પાડ્યો

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થની ઘુસણખોરી કરવામાં આવી રહી છે. ગુજરાત બોર્ડર પરથી તેને નિષ્ફળ બનાવી દેવામાં આવે છે, ત્યારે અમદાવાદના સાબરમતી કન્ટેનર યાર્ડમાંથી મોટી માત્રમાં રક્તચંદનનો (Red Sandalwood in Ahmedabad) જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. અમદાવાદના સાબરમતી કન્ટેનર ડેપોમાંથી ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા એક ખાનગી કન્ટેનરમાંથી 14.63 મેટ્રીક ટન રક્તચંદનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેની અંદાજીત રકમ 11.70 કરોડ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :અદાણી મુન્દ્રા પોર્ટના MICT માંથી રકતચંદનનો જથ્થો ઝડપાયો, DRIએ વધુ તપાસ હાથ ધરી

કન્ટેનરમાં સ્કેનિંગ ડિવાઇસના આધારે ઝડપી પાડવામાં આવ્યું -DRI માહિતી મુજબ આ કન્ટેનરમાં રક્તચંદનનો જથ્થો યુએઈના શારજાહ મોકલવાનો હતો. પરંતુ, આ કન્ટેનરમાં સ્કેનિંગ (Red Sandalwood Container in Ahmedabad) ડિવાઇસ દ્વારા તપાસ કરવામાં આવતા અન્ય માલસામાનને બદલે રક્તચંદન હોવાનું સામે આવ્યું હતું. જેમાં રક્ત ચંદનના કુલ840 જેટલા લાકડાં મળી આવ્યા હતા. જેનું કુલ વજન 14.63 મેટ્રીક ટન હોવાનું જાણવા મળ્યું છે. કસ્ટમ એક્ટ હેઠળ આ રક્તચંદનને સીઝ કરી તેની આગળની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :ગુજરાતમાં ચંદન ચોર થયા સક્રિય, જાણો ક્યાંથી ઉઠાવ્યાં વૃક્ષ

150 કરોડનું રક્તચંદન ઝડપી પાડવામાં આવ્યું -રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ ધુસાડવામાં (Red Sandalwood in Gujarat) આવે છે. પરંતુ, આપણા રાજ્ય અને દેશની સિક્યુરીટી સતર્કતાથી રાજ્યમાં પ્રવેશે તે પહેલા પકડી પાડવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં 150 કરોડનું રક્તચંદન ઝડપી પાડવામાં આવ્યું છે. DRI દ્વારા છેલ્લા બે વર્ષમાં અંદાજે 95 મેટ્રીક ટન રક્તચંદન ઝડપી પાડવામાં આવ્યું છે. જેના આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 150 કરોડ ગણવામાં આવી રહી છે

ABOUT THE AUTHOR

...view details