અમદાવાદમાં રેડ એલર્ટ, ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે ગરમીની આગાહી - Jayant sarkar
અમદાવાદઃ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદનું તાપમાન 43.4 ડિગ્રી નોંધાયું છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે. જ્યારે આગામી 26 તારીખે રેડ એલર્ટ જાહેર કરાઈ છે.
સ્પોટ ફોટો
આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી નોંધાયું હતું. ભારે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ થઇ ગયા છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાનમાં વધારો નોંધાયો છે. સુરેન્દ્રનગર 43.3 ડિગ્રી, રાજકોટ 42.5 ડિગ્રી, ગાંધીનગર 42 ડિગ્રી, ડીસા 42 ડિગ્રી, વડોદરા નું તાપમાન પણ 42 ડિગ્રી નોંધાયું હતું.
Last Updated : Apr 24, 2019, 7:26 PM IST