અમદાવાદ : જૂન મહિનાની શરૂઆતમાંજ 400થી વધુ કેસ સામે આવ્યા છે.પરંતુ રીકવરી રેટને પગલે એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. અમદાવાદએ ગુજરાતનું હોટસ્પોટ છે. જ્યાં હવે 2751 કેસજ એક્ટિવ છે.
અમદાવાદ : રિકવરી રેટ 69%, હવે 2751 જ એક્ટિવ કેસ - અમદાવાદમાં દર્દીઓનો રીકવરીરેટ વધારે
અમદાવાદમાં કોરોનાના કેસો ભયજનક રીતે વધી રહ્યા છે પરંતુ દેશના અન્ય એવા શહેરો છે.જ્યાં અમદાવાદ જેવીજ પરિસ્થિતિ છે.તે શહેરોની સરખામણીમાં અમદાવાદનો રિકવરી રેટ વધારે છે. આંકડાઓ પ્રમાણે અમદાવાદનો રિકવરી રેટ 69% ,ચેન્નઇનો 50.60% , દિલ્હીનો 40.4 અને મુંબઇનો 38.8 ટકા છે.
અત્યાર સુધીમાં નોધાયેલા 13,354 પોઝિટિવ કેસો માંથી 9228 કેસો રિકવર થયા છે. ત્યારે આ જીવલેણ વાઇરસ વચ્ચે રાહતની વાત એ છે કે, 24 કલાકમાં વધુ 455 વ્યક્તિ કોરોનાને હરાવવામાં સફળ રહી છે.
લોકડાઉન ખૂલતાંની સાથે કેસો વધી રહ્યાં છે પણ દર્દીઓ સાજા થવાનો રેટ અનેકઘણો વધી ગયો છે. તાવ, ઉધરસ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ થવા જેવા લક્ષણો ધરાવતા લોકોને જ હોસ્પિટલમાં રાખવામાં આવી રહ્યાં છે. મોટાભાગના દર્દીઓને હવે ઘરે હોમ આઇસોલેશનમાં મોકલી દેવામાં આવી રહ્યાં છે. હવે જો પોઝિટિવ દર્દીને બે દિવસ તાવ નથી આવતો તેને દવા આપી ઘરે મોકલી દેવામાં આવે છે અને હોમ આઇસોલેશનમાં રહેવાની જ સલાહ આપવામાં આવે છે.
કોરોનાના અમદાવાદમાં એક્ટિવ કેસ
મધ્ય ઝોન 346
ઉત્તર ઝોન 825
દક્ષિણ પ. ઝોન 265
પ.ઝોન 391
પૂર્વ ઝોન 117
ઉ.પ. ઝોન 466
દક્ષિણ ઝોન 341