ગુજરાત

gujarat

ETV Bharat / state

મોટેરા સ્ટેડિયમમાં 25 બેડની મિનિ હોસ્પિટલ ઉભી કરાઇ - નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ

ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મોટેરા સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં લોકો આવવાના હોવાથી 25 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જ્યાં તમામ પ્રકારની તાત્કાલિક સારવાર લોકોને આપી શકાશે.

special mini hospital in motera stadium
મોટેરા સ્ટેડિયમમાં 25બેડની મીની હોસ્પિટલ ઉભી કરવામાં આવી!!

By

Published : Feb 20, 2020, 5:25 PM IST

મોટેરા સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના છે. જેને પગલે કોઈ પણ પ્રકારની મેડીકલની તાત્કાલિક જરૂરિયારત ઉભી થાય તો તેને આવરી લેવા 25 બેડની મિનિ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જેમાં એક્સરે મશીન જેવી સુવિધા હશે અને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવશે.

મોટેરા સ્ટેડિયમમાં 25બેડની મીની હોસ્પિટલ ઉભી કરવામાં આવી!!

ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીના રોડ શૉ દરમિયાન પણ 50થી વધુ એમ્બ્યુલન્સ ખડેપગે રહેશે. રોડ શૉ દરમિયાન 20 મેડીકલની ટીમ પણ હાજર રહેશે, જે સમગ્ર રૂટ પર જરૂરિયાત પ્રમાણે સારવાર આપશે.

ABOUT THE AUTHOR

...view details