ગુજરાત

gujarat

ETV Bharat / state

થ્રી લેયર પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી રથયાત્રા, જાણો કેવો છે પોલીસ બંદોબસ્ત ? સેકટર 1 જેસીપીના સ્પેશિયલ ઇન્ટરવ્યૂમાં... - Rath yatra news

કોરોનાની વૈશ્વિક મહામારીમાં રાજ્ય સરકાર અમદાવાદના જગન્નાથજીની 144મી રથયાત્રા (Rath Yatra)માં જનતા અને ભક્તો વગરની રથયાત્રા (Rath Yatra)ની કાઢવાનું આયોજન કર્યું છે. જેમાં પોલીસ સુરક્ષાની વાત કરવામાં આવે તો રથયાત્રા (Rath Yatra)ના રૂટમાં એક પણ ભાવિક ભક્તો આવી શકે નહિ તે માટે થ્રી લેયરની સુરક્ષા ગોઠવામ આવી છે. ત્યારે રથયાત્રામાં પોલીસ બંદોબસ્ત કેવો છે તે બાબતે ETV BHARATની સેક્ટર 1 JCP રાજેન્દ્ર અંસારી સાથેની ખાસ વાતચીત...

થ્રી લેયર વચ્ચે નીકળી રથયાત્રા
થ્રી લેયર વચ્ચે નીકળી રથયાત્રા

By

Published : Jul 12, 2021, 9:48 AM IST

Updated : Jul 12, 2021, 10:09 AM IST

  • કોરોના વૈશ્વિક મહામારીમાં રથયાત્રાનું આયોજન
  • પોલીસની થ્રી લેયર સુરક્ષા વચ્ચે યોજાઈ રથયાત્રા
  • 23 હાજરથી વધુ પોલીસ કર્મીઓ સુરક્ષામાં જોડાયા

અમદાવાદ :144મી રથયાત્રા (144 Rath Yatra)માં પોલીસ સુરક્ષાની વાત કરવામાં આવે તો સેક્ટર વનના જેસીપી રાજેન્દ્ર અંસારીએ ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રથયાત્રા (Rath Yatra)ના સમગ્ર રૂટ મારફતે 20 હજારથી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે કોઈપણ ભાવિક ભક્તો રથયાત્રાના રૂટમાં આવી શકે નહિ તે માટે સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફ્યુ લાદવામાં આવ્યો છે. આમ, કોરોનાની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે.

રથયાત્રાના રૂટ પર 15થી વધુ ડ્રોનના ઉપયોગથી સર્વેલન્સ

રથયાત્રા (Rath Yatra)ના સમગ્ર રૂટ પર 15થી વધુ ડ્રોનનો ઉપયોગ કરીને સર્વેલન્સ કરવામાં આવી રહ્યો છે. સાત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કરફ્યુ રાખીને રથયાત્રા (Rath Yatra)નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તે વિસ્તારમાં કોઇ પણ ધાબા ઉપર ભક્તોની ભીડ ન થાય તેને ધ્યાનમાં લઈને ડ્રોનથી પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.

થ્રી લેયર વચ્ચે નીકળી રથયાત્રા

આ પણ વાંચો : jagannath rath yatra 2021 : ગૃહપ્રધાન અમિત શાહે કરી ભગવાન જગન્નાથની મંગળા આરતી

30 કિલોમીટરના રૂટ પર 3 લેયરની સુરક્ષા

રાજેન્દ્ર અંસારીએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, રથયાત્રાના 30 કિલોમીટરના રૂટ પર પોલીસનો થ્રી લેયર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેથી કોઈપણ ભાવિક ભક્તો રથયાત્રાના રૂટ પર આવી ન શકે અને ભાવિક ભક્તોને સેક્ટર વનના જેસીપી રાજેન્દ્ર અંસારીએ ભક્તોને સંબોધતા જણાવ્યું હતું કે, તમામ ભક્તો ટીવીના માધ્યમથી જ રથયાત્રા (Rath Yatra)નું લાઇવ પ્રસારણ જોવે.

આ પણ વાંચો : 144મી રથયાત્રા પ્રસ્થાન : મુખ્યપ્રધાન રૂપાણીએ કરી પહિન્દ વિધિ, જાણો આ વિધિ શું છે અને કોના હસ્તે કરાય છે ?

7 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થશે Rath Yatra
અમદાવાદ શહેરના 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી રથયાત્રા જ્યારે નીજ મંદિરમાંથી નીકળશે. ત્યારથી જ સાત પોલીસ સ્ટેશન વિસ્તાર જેવા કે, ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર, સાહેરકોટડા, દરિયાપુર, શાહપુર, માધવપુરા વિસ્તારોમાં સ્થાનિક તંત્ર દ્વારા કરફ્યુ લાદવામાં આવશે. આમ, કોઈપણ વ્યક્તિ રથયાત્રાના રૂટમાં ન આવે તે બાબતે પણ સમગ્ર આયોજન કરી લેવામાં આવ્યું છે. જ્યાં સુધી રથ નિજમંદિર સુધી પરત ન આવે ત્યાં સુધી રથયાત્રા (Rath Yatra)ના રૂટ પર આવેલા પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં કરફ્યુ અમલમાં રહેશે.

આ પણ વાંચો -

Last Updated : Jul 12, 2021, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details