ગાંધીનગર : covid-19 પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોડી રાત્રે અમદાવાદમાં રથયાત્રા યોજવાની પરવાનગી આપવામાં આવી ન હતી. જેના કારણે ભગવાનના ત્રણેય રથ મંદિર પરિસરમાં ફેરવીને રથયાત્રાની ઉજવણી કરાઈ હતી. જેના પગલે સરસપુર વિસ્તારમાં નીરસ માહોલ જોવા મળ્યો હતો.
ભગવાન જગન્નાથના મામેરિયાઓ નારાજ, સરસપુરમાં નીરસ માહોલ - ગુજરાત હાઈકોર્ટ ન્યૂઝ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોડી રાત્રે અમદાવાદમાં રથયાત્રા યોજવાની પરવાનગી આપવામાં આવી ન હતી. જેના કારણે ભગવાનના ત્રણેય રથ મંદિર પરિસરમાં ફેરવીને રથયાત્રાની ઉજવણી કરાઈ હતી. જેના પગલે સરસપુર વિસ્તારમાં નીરસતાનો માહોલ જોવા મળ્યો હતો.
ભગવાન જગન્નાથ
ભગવાનના મોસાળાની વાત કરવામાં આવે તો મોસાળમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી આ સાથે જ ભગવાનના વાઘા ઘરેણા તમામ તૈયારી પૂર્ણ કરીને મંદિરમાં પણ ગોઠવવામાં આવી છે પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દર્શનાર્થીઓની પણ ઓછી ભીડ દેખાઈ હતી. જ્યારે મંદિર દ્વારા સોશિયલ ડિસટન્સ સાથે લોકોને દર્શન કરાવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે હાઈકોર્ટનો નિર્ણય સર્વોપરી પણ ગણાવ્યો હતો.