ગુજરાત

gujarat

ETV Bharat / state

Rathyatra 2023: 18 ગજરાજ, 30 અખાડા સાથે નીકળશે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શિડ્યૂલ

અષાઢી બીજના રોજ અમદાવાદ જમાલપુર ખાતેથી ભગવાન જગન્નાથની ઐતિહાસિક 146મી રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળ અને 3 બેન્ડ બાજાવાળા રહેશે. દેશભરમાંથી 2000 જેટલા સાધુ સંતો પણ હાજર રહેશે સવારમાં દેશના પૂર્વ પ્રધાન અમિત શાહ મંગળા આરતીમાં હાજરી આપશે. જ્યારે પહિંવિધિમાં ભુપેન્દ્ર પટેલ હાજરી આપી રથયાત્રાનું શુભારંભ કરાવશે.

rathyatra-2023-18-gajrajs-30-akharas-will-leave-lord-jagannaths-rath-yatra-in-ahmedabad
rathyatra-2023-18-gajrajs-30-akharas-will-leave-lord-jagannaths-rath-yatra-in-ahmedabad

By

Published : Jun 16, 2023, 6:29 PM IST

જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાની પત્રકાર પરિષદ

અમદાવાદ:દેશને બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા આગામી સમય અમદાવાદના જમાલપુર ખાતેથી નીકળશે. તમામ તૈયારીઓના આખરીઓપ પણ આપી દેવામાં આવ્યો છે. વર્ષોથી નીકળતી પરંપરા મુજબ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હર્ષ ઉલ્લાસથી ભાગ લઈને પ્રેમ, ભક્તિ, સદભાવના અને ભાઈચારાથી આ લોકોત્સવ ઉજવવામાં આવે છે. આ વખતે પણ રથયાત્રા પોતાના નિર્ધારિત પરંપરાગત અમદાવાદ શહેરના માર્ગ પર જ ફરશે.

રથયાત્રામાં પ્રસાદ

દેશભરમાંથી સાધુ સંતો હશે:જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા જણાવ્યુ હતુ કે ભગવાન જગન્નાથની અષાઢી બીજના રોજ 146મી ઐતિહાસિક રથયાત્રા અમદાવાદ શહેરમાંથી નીકળી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત અમદાવાદ શહેરના માર્ગ પર જ ફરી રહી છે. આવશ્ય રથયાત્રામાં અગ્ર ભાગમાં 18 શણગારેલા ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો, 30 જેટલા અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડ બાજા હાજર રહેશે. આ ઉપરાંત અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી, હરિદ્વાર તેમજ સૌરાષ્ટ્રમાંથી પણ 2000 જેટલા સાધુ સંતો આ પ્રસંગે હાજરી આપશે.

20 જૂનના કાર્યક્રમ

અમિત શાહ મંગળા આરતીમાં આપશે હાજરી:ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રાનો પ્રારંભની પહિંદ વિધિ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા રથ ખેંચીને શુભારંભ કરવામાં આવશે જ્યારે તે પહેલા સવારે ચાર વાગે મંગળા આરતીમાં દેશના ગૃહપ્રધાન અમિત શાહ હાજરી આપશે. મંગળા આરતી બાદ ભગવાનને ખીચડી નો ભોગ ધરાવવામાં આવશે. ત્યારબાદ ભગવાનનું પ્રિય આદિવાસી નૃત્ય અને રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

રથયાત્રાનો રૂટ

રવિવારે થશે નેત્રોત્સવ વિધિ:18 જુનના રોજ ભગવાન જગન્નાથ15 દિવસ મામાના ઘરેથી પરત આવ્યા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો ગૃહ પ્રવેશને ભગવાનની આંખે પાટા બાંધીને વૈદિક મંત્રોચ્ચારથી નેત્રોઉત્સવ વિધિ કરવામાં આવશે. ત્યારબાદ ધજા રોહન વિધિમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ હાજર રહેશે. આ સમયે ગુજરાતના પૂર્વ ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાજરી આપશે. આ ઉપરાંત અયોધ્યામાં તૈયાર થઈ રહેલા રામલલ્લા નાના મુગટ અહીંયા તૈયાર કરવામા આવ્યા છે.તે મુગતને અયોધ્યા મોકલવામાં આવશે.

  1. Ahmedabad Rath Yatra 2023: રથયાત્રામાં જોડાશે 101 ટ્રક જાણો શુ હશે ટ્રકમાં નવું
  2. Ahmedabad Rath Yatra 2023: અમદાવાદની રથયાત્રામાં ઈતિહાસમાં ખલાસીઓ માટે લેવાયો મહત્વનો નિર્ણય

ABOUT THE AUTHOR

...view details