રથયાત્રામાં જોવા મળી કોમી એક્તા, મુસ્લિમ બિરાદરોએ મીઠાઈ ખવડાવી રથયાત્રાની શુભેચ્છા પાઠવી - Islam
અમદાવાદ: આજે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા અમદાવાદમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે. ત્યારે લોકોમાં પણ રથયાત્રાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ રથયાત્રા જોવા માટે લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા. મુસ્લિમ બિરાદરોએ સાધુઓ અને ભક્તોને મોં મીઠું કરાવી રથયાત્રાની શુભેચ્છા પાઠવી હતી.
સ્પોટ ફોટો
અમદાવાદમાં વિવિધ રસ્તાઓ પરથી રથયાત્રા પસાર થતી હોય છે. લોકો પણ આ રથયાત્રાનો તહેવાર શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય તેવું ઇચ્છતા હોય છે. ત્યારે આ રથયાત્રા મુસ્લિમ વિસ્તારોમાંથી પણ પસાર થતી હોય છે. મુસ્લિમ બિરાદરો પણ આ રથયાત્રાનું સ્વાગત કરતા હોય છે અને રથયાત્રામાં જોડાયેલા ભક્તોને પણ પાણી અને બીજી અન્ય સુવિધા પુરી પાડતા હોય છે.