ગુજરાત

gujarat

ETV Bharat / state

Rape case in Ahmedabad: ધોળકામાં થયેલ સામુહિક દુષ્કર્મનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો - અમદાવાદ સગીરા પર સામુહિક દુષ્કર્મ

અમદાવાદના ધોળકામાં સગીરા પર થયેલા સામુહિક દુષ્કર્મનો(Rape case in Ahmedabad)પડઘો ગુજરાત વિધાનસભામાં પડ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ મુદ્દે યોગ્ય તપાસની માંગ કરી છે. અપરાધીઓ સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી રજૂઆત રાજ્ય ગૃહપ્રધાનને કરી છે.

Rape case in Ahmedabad: ધોળકામાં થયેલ સામુહિક દુષ્કર્મનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો
Rape case in Ahmedabad: ધોળકામાં થયેલ સામુહિક દુષ્કર્મનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો

By

Published : Mar 14, 2022, 2:58 PM IST

અમદાવાદ: જિલ્લાના ધોળકા તાલુકામાં થોડા સમય અગાઉ (Rape case in Ahmedabad)એક સગીરા પર થયેલા સામુહિક દુષ્કર્મનો પડઘો ગુજરાત વિધાનસભામાં(Gujarat Assembly 2022)પડ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ (MLA Imran Khedawala)આ મુદ્દે યોગ્ય તપાસની માંગ કરી છે.

રાજ્યમાં ગુનેગારો બેફામ : ઈમરાન ખેડાવાલા - કોંગ્રેસના જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડવાળાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે ગુનેગારો બેફામ(Ahmedabad Dhalka Police)બની રહ્યા છે. ગાંધી અને સરદાર પટેલના ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ બની રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, મારા સાથી ધારાસભ્ય ગ્યાસઉદ્દીન શેખ અને મેં આજે ધોળકાની 15 વર્ષીય દીકરી ઉપર થયેલ ગેંગરેપ (Mischief On Minor Girl)અંગે અપરાધીઓ સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી રજૂઆત રાજ્ય ગૃહપ્રધાનને કરી છે.

આ પણ વાંચોઃધોળકામાં સગીરા પર 8 શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ, હાલત ગંભીર

અપરાધીઓ સામે કડકમાં કડક પગલાં લેવાય -આ ગેંગરેપની ઘટનાના 8 આરોપીઓ પકડાયા છે અને 10 પકડાયા નથી. તેમને પકડી લેવા માટે પણ અમે ભાર મૂક્યો છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ જણાવ્યું હતું કે, આરોપી કોઈ પણ ધર્મના હોય. પરંતુ તેણે કરેલા ગુનાની સજા મળવી જ જોઈએ.

આ પણ વાંચોઃAhmedabad Rape Case : અસલાલીમાં મકાનમાલિકના જ પુત્રએ ભાડુઆતની 13 વર્ષની બાળકી સાથે કર્યું દુષ્કર્મ

ABOUT THE AUTHOR

...view details