અમદાવાદઃ રાજ્યમાં દુષ્કર્મના કેસો વધી રહ્યા છે. આવા કિસ્સાઓમાં પ્રેમ પ્રકરણ જ જવાબદાર હોય છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના કાગડાપીઠ પોલીસ(Kagdapeeth Police Station) સ્ટેશનમાં 22 વર્ષીય યુવતીએ પ્રેમી સામેદુષ્કર્મની ફરિયાદનોંધાવી છે.
યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી -યુવતી કાગડાપીઠ વિસ્તારમાં એક ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરી રહી હતી. ત્યારે સોશિયલ મીડિયા થકી રાહુલ વણઝારા નામના યુવકનાં સંપર્કમાં આવી હતી. યુવકે યુવતી સાથે પ્રેમસંબંધ કેળવી તેને હોટલમાં લઈ જઈ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતીએ લગ્નની વાત કરતા યુવકે ફોન બંધ કરી દીધો હતો.