- ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,631
- ગુજરાતના ખેડૂતોની માસિક ખર્ચ 4,611
- ગુજરાત ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં 10માં ક્રમ
અમદાવાદઃ સમગ્ર ભારતમાં ગુજરાત ઔદ્યોગિક રાજ્ય(industrial area in gujarat) ગણાય છે. તેમ છતાં રાજ્યના 2.5 કરોડ જેટલા લોકો સીધા ખેતી સાથે સંકળાયેલા છે. ગુજરાત મોડલ દેશભરમાં ખેડૂતોની આવકની(Gujarat Farmers Income) દ્રષ્ટિએ દસમા ક્રમેઆવે છે. સંસદના ચાલુ સત્રમાં(parliament winter session) લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં 2019ના સર્વેને આધારે આ માહિતી પ્રાપ્ત થઈ છે.
ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ
પંજાબ અને હરિયાણા જેવા રાજ્યો દેશના ઉપજાઉ અને સિંચાઈ વ્યવસ્થા ધરાવતા રાજ્યો છે. ગુજરાતમાં હવામાન ઉપર ખેતી(Agriculture Gujarat) નિર્ભર છે, ગુજરાતમાં સ્ત્રોતો ઓછા પ્રમાણમાં છે. ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલાએ ETV ભારતને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેતી ક્ષેત્રનો ખર્ચ બમણો છે. ખેડૂતોને માથે 40 હજાર કરોડની પાક લોન અને 60 હજાર કરોડનું દેવું છે.
શા માટે ખેતી ક્ષેત્રે ખર્ચ વધુ ?
દરેક એકરે ખેતી કરવા માટે દર વર્ષે 20 હજારનો ખર્ચ થાય છે. જ્યારે સામે 18,500ની આવક થાય છે, એટલે કે દર એકરે 10 હજારની ખોટ ખેડૂતને પડે છે. આ પણ એવા ખેડૂતો છે જેઓ પોતાના બીજા ક્ષેત્રની આવક ખેતીમાં રોકે છે. જ્યારે ફક્ત ખેતી પર નિર્ભર ગરીબ ખેડૂતને એકરે 25 હજારની ખોટ જાય છે. બચતનો પ્રશ્ન ઉદ્ભવતો જ નથી. એટલે સામાન્ય ખેતી કરવી ખોટનો ધંધો બન્યો છે.
ખેતીમાં ભાગને લઈને પણ આવક ઓછી