રામ મંદિર પ્રતિકૃતિની માગ અમદાવાદ : અયોધ્યાની અંદર ભગવાન રામનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પણ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ વાળા મંદિરની ભેટ સ્વરૂપે વેચાણનો પણ નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અમદાવાદના કોટ વિસ્તારમાં એક ગિફ્ટ આર્ટીકલવાળા શોરૂમમાં વેપારી નિરંજન રાવલ દ્વારા રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી રહી છે. જેનું વેચાણ માત્ર ગુજરાત જ નહીં પણ અન્ય રાજયમાં પણ થઈ રહ્યું છે.
ગિફ્ટ ચોઇસ :અયોધ્યાની અંદર ભગવાન રામનું ઐતિહાસિક મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. જાન્યુઆરી 2024માં આ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવશે. ભગવાન રામની પ્રતિમાનr પ્રાણપ્રતિષ્ઠા પણ કરવામાં આવી શકે છે. જેને લઈને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. અમદાવાદના એક વેપારીએ પોતાની આવૃત્તિ અને પોતાની કોઠાસૂઝને કારણે લાકડાના ભુસામાંથી અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ બનાવીને વેચાણ કરી રહ્યો છે. જેની માંગ હાલ બજારમાં ખૂબ જ જોવા મળી રહી છે. લોકો પોતાના સગાસંબંધી કે મિત્રોને ગિફ્ટ રૂપે પણ આપી રહ્યા છે.
પહેલાંના સમયથી ગિફ્ટ તરીકે ગાંધીજીનો ચરખા, સીદી સૈયદની જાળી, તાજમહેલ જેવા પ્રતીકો બનાવીને વેચાણ કરવામાં આવે છે. પરંતુ જ્યારે ભગવાન રામનું મંદિર બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે વિચાર આવ્યો કે આ એક વિષય લોકોની આસ્થા સાથે જોડાયેલો છે. તો કેમ આની ઉપર રિસર્ચ કરીને એક મંદિર તૈયાર કરવામાં આવે જેના માટે એક ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ રામ મંદિરની ગિફ્ટમાં આપી શકાય એવી પ્રતિકૃતિનું નિર્માણ કર્યું હતું. હાલમાં ભગવાન રામના અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ગિફ્ટ તરીકે આપવામાં આવી રહી છે...નિરંજન રાવલ (વેપારી)
લાકડાના ભૂસાનો ઉપયોગ : આ રામ મંદિરના પ્રાંગણ, સ્તંભ, ધુમટ્ટ, ધજા, સીડી વગેરે ટુડી અને થ્રીડી ડિઝાઇન માટે તૈયાર થાય છે. ત્યારબાદ લેઝર મશીનથી એક્યુરેટ કટીંગ કરવામાં આવે છે.આ મંદિરમાં લાકડાના ભૂસાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ 6, 8,10 અને 12 ઇંચમાં જોવા મળી રહી છે. આનાથી પણ વધારે સાઈઝમાં કોઈ રામ મંદિરની પ્રતિકૃતિ લેવા માંગે તો સ્પેશિયલ ઓર્ડર આપીને પણ મોટી સાઈઝની પ્રતિકૃતિ બનાવી આપે છે.તેઓ આવનાર સમયમાં પણ હજુ પણ આ મંદિરની પ્રતિકૃતિમાં સુધારો કરીને મંદિરની અંદર લાઈટ લગાવવાનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.
લોકોમાં માંગ :લોકો દ્વારા તાજમહેલ ગાંધીજીના ચરખા કે પછી અન્ય પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. પરંતુ હવે અયોધ્યા રામ મંદિર પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે આપવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત તેમજ મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ આ ભગવાન રામની મંદિરની પ્રતિકૃતિની માંગ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં અંદાજિત 2000 જેટલી પ્રતિકૃતિ લોકોએ ખરીદી છે.
ચાંદીની પટ્ટી લગાવવામાં આવશે : નિરંજન રાવલનું માનવું છે કે આ મંદિરની પ્રતિકૃતિમાં આવનાર સમયમાં ચાંદીની પટ્ટી પણ લગાવવામાં આવશે. જેથી જ્વેલરી દુકાનમાં પણ આનું વેચાણ થઈ શકે તેવો પ્લાન છે. તેમજ વધુ અપગ્રેડ પણ આવનારા સમયમાં કરવામાં આવશે. સાથે સાથે મંદિરની અંદર અલગ અલગ રંગબેરંગી લાઇટિંગ પણ કરવામાં આવશે.
- World Bicycle Day 2023: સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ સાયકલની એક વિશાળ માનવ પ્રતિકૃતિ બનાવી
- Surat News : અયોધ્યાના રામ મંદિરની ચાંદીમાં પ્રતિકૃતિ, સુરતમાં રામનવમીએ જોવા મળશે
- ટેમ્પલ ઓફ ડેમોક્રેસી: 15 કારીગરોએ 15 કિલોની સોના,ચાંદી અને ડાયમંડથી સંસદની બનાવી પ્રતિકૃતિ