અમદાવાદ: શહેરના જાણીતા પોપ્યુલર બિલ્ડર ગ્રુપમાં ઇન્કમટેક્સ વિભાગના 2 દિવસ સુધી દરોડા પડ્યા હતા. આ દરોડા દરમિયાન અનેક બેનામી સંપતિ અને દસ્તાવેજો મળી આવ્યા હતા. લાખો રૂપિયાની રોકડ, જ્વેલરી સહિત અનેક વસ્તુઓ સીલ કરાઈ હતી. હજુ પણ દરોડા યથાવત જ છે.
અમદાવાદના પોપ્યુલર બિલ્ડર ગ્રુપ પર દરોડા, 150 કરોડના બિન હિસાબી વ્યવહાર મળ્યા - Popular Builder Group
અમદાવાદ શહેરના જાણીતા પોપ્યુલર બિલ્ડર ગ્રુપમાં ઇન્કમટેક્સ વિભાગે 2 દિવસથી દરોડા પાડયા હતા. આ દરોડા દરમિયાન અનેક બેનામી સંપતિ અને દસ્તાવેજો મળી આવ્યા છે. લાખો રૂપિયાની રોકડ, જ્વેલરી સહિત અનેક વસ્તુઓ સીલ કરાઈ હતી.
પોપ્યુલર બિલ્ડર ગ્રુપમાં આઇટી વિભાગના કુલ 27 સ્થળોએ દરોડા પડયા હતા. દરોડા દરમિયાન રોકડા રૂપિયા 62 લાખ અને 82 લાખ જ્વેલરી-દાગીના મળી આવ્યા હતા. આ તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, 18 બેન્કના લોકર મળી આવ્યા હતા, તેને પણ સીલ કરાવામાં આવ્યા હતા.
ગેરકાયદેસર ડોક્યુમેન્ટ, મોબાઈલમાં ડિજિટલ ડેટા, પેન- ડ્રાઈવ અને કોમ્પ્યુટર પણ મળી આવ્યા હતા, તે તમામ વસ્તુ જપ્ત કરાઈ હતી. તપાસમાં જાણવા મળ્યું હતુ કે, કોમન એડ્રેસ પર 96 કંપનીઓ મળી છે, તેનો ઉપયોગ રાઉટીંગ મની કરવા માટે થતો હતો. મોટા ભાગની કંપનીઓનો શું રીયલ બિઝનેસ હતો તે પણ જણાયું નથી. કેટલીક કંપનીઓના રીર્ટન પણ ફાઈલ કર્યા નથી. ફેમીલી મેમ્બરમાંથી જાણવા મળ્યા મુજબ તેમને ડમી ડીરેટક્ટર બનાવ્યા અને તેમની સહીઓ લેવામાં આવતી હતી.
રૂપિયા 100 કરોડનું બિનહિસાબી રોકાણ પકડાયું છે, જે રોકાણ રીઅલ એસ્ટેટ પ્રોજેક્ટ અને ફ્લેટ, દુકાનોમાં અને લેન્ડ ડીલમાં મળી આવ્યું છે. બિનહિસાબી પ્રોર્પટીના ટ્રાન્સકઝન અંદાજે 150 કરોડના મળી આવ્યા છે. હાલ દરોડા યથાવત જ છે અને વધુ તપાસ ચાલી રહી છે.