અમદાવાદઃગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )આ વર્ષના અંત સુધીમાં યોજાશે, ત્યારેકોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ગુજરાત આવશે. આગામી 1 મે ના રોજ આદિવાસી વિસ્તારમાં આદિવાસી અધિકાર યાત્રાનું પ્રસ્થાન રાહુલ ગાંધી (Rahul Gandhi Gujarat Visit)કરાવશે અને દાહોદમાં રાહુલ ગાંધી સભાને સંબોધન કરશે. કોંગ્રેસ નેતાઓની(Gujarat Congress) નારાજગી વચ્ચે મોટા સમાચાર પ્રદેશ કોંગ્રેસ સંગઠન પાર્ટ 2 જાહેરાત થશે. તેમજ સંગઠન પાર્ટ 2 માં 182 પ્રધાનો, 10 પ્રવક્તા અને આમંત્રિત સભ્યો હશે. ત્રણ નવા પ્રદેશ કોંગ્રેસ કાર્યકરી પ્રમુખ પણ જાહેર થશે.
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે -ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલની નારાજગી વચ્ચે નવા ત્રણ કાર્યકારી પ્રમુખ બનશે. કોળી સમાજ , ક્ષત્રીય સમાજ અને દલિત સમાજમાંથી કોંગ્રેસમાં બનશે કાર્યકારી પ્રમુખ. કોંગ્રેસમાં યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. તમામ 182 પ્રધાનોને વિધાનસભા બેઠક દિઠ પ્રભારી બનાવવામાં આવશે. અગાઉ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉપ પ્રમુખ અને મહામંત્રીની જાહેરાત કરી હતી. ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ સંગઠન કામગીરી પૂર્ણ કરશે. 25 ઉપ પ્રમુખને લોકસભા બેઠક દિઠ પ્રભારી રહેશે. ઉપ પ્રમુખ સાથે મહામંત્રીઓને પણ લોકસભા બેઠક દિઠ ઇન્ચાર્જ બનાવવામાં આવશે. આ ઉપરાત મહામંત્રીઓને શહેર અને જિલ્લા પ્રભાર પણ જાહેર કરાશે. કોંગ્રેસનુ નવું માળખું વોર્ડ પ્રમુખ થી લઇ પ્રદેશ પ્રમુખ સુધીનું રહેશે ગુજરાત કોંગ્રેસના ચાર સહ પ્રભારીઓને ચાર ઝોન જવાબદારી આપવામાં આવશે.