રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં આવેલા મહુવા નજીક આસરાણા ચોકડી ખાતે જનસભા સંબોધશે. ત્યારબાદ 19મી એપ્રિલના બારડોલી, દાહોદ અને પાટણ ખાતે જન સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 18મી એપ્રિલના પ્રિયંકા ગાંધી વાડ્રા ગુજરાત પહોંચશે અને બનાસકાંઠામાં આવેલા અંબાજી મંદિર ખાતે દર્શન કરશે. ત્યારબાદ તેઓ આદિવાસી વિસ્તારોમાં પોતાના પ્રચારની શરૂઆત કરશે.
રાહુલ-પ્રિયંકા ગુજરાતના 4 વિસ્તારોમાં જનસભાને સંબોધશે... - gujarat
અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર માટે આગામી 15 અને 19મી એપ્રિલે એમ બે દિવસ સુધી સભાઓનું સંબોધન કરશે. જેમાં રાહુલ ગાંધી ગુજરાતમાં આવેલા 4 વિસ્તરોમાં જનસભાને સંબોધિત કરશે.
ફાઈલ ફોટો
આ ઉપરાંત પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના સ્ટાર પ્રચાર એવા નવજોતસિંહ સિદ્ધૂ 16મી એપ્રિલના ગુજરાતમાં 4 જનસભાઓને સંબોધિત કરશે.