ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime News : વિઝા રેકેટનો પર્દાફાશ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બે આરોપીની ધરપકડ કરી - સીજી રોડ પર દેવપથ કોમ્પ્લેક્સ

વિદેશ જવા ઈચ્છતા લોકોને ખૂટતા ડોક્યુમેન્ટ બનાવી વિઝા અપાવવાના રેકેટ(Racket of Visa Busted in Ahmedabad )નો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. જેમાં બે આરોપીઓની ધરપકડ કરી સંખ્યાબંધ બનાવટી દસ્તાવેજો કબજે કર્યા છે. ઝડપાયેલા બે આરોપીમાંથી એક આરોપી વિરુદ્ધ અમેરિકામાં ગુનો નોંધાયેલો છે.

Ahmedabad Crime : વિઝા રેકેટનો પર્દાફાશ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બે આરોપીની ધરપકડ કરી
Ahmedabad Crime : વિઝા રેકેટનો પર્દાફાશ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બે આરોપીની ધરપકડ કરી

By

Published : Jan 28, 2023, 8:01 PM IST

ઝડપાયેલા બે આરોપીમાંથી એક આરોપી વિરુદ્ધ અમેરિકામાં ગુનો નોંધાયેલો છે

અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભાવિન પટેલ અને જસ્મીન અશોકભાઈ પટેલ નામના બે શખ્સોની ધરપકડ કરી છે. બંને આરોપીઓ ઘાટલોડિયા વિસ્તારના રહેવાસી છે. જેઓ સી.જી રોડ પર આવેલા દેવપથ કોમ્પ્લેક્સમાં શાયોના હોલીડેના નામે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાયની આડમાં બનાવટી દસ્તાવેજોના આધારે ખૂટતા ડોક્યુમેન્ટ પૂરા કરી વિઝા અપાવવાનું કામ કરતા હતા. વિદેશ જવા ઈચ્છતા લોકો આ બંને આરોપી ભાવિન પટેલ અને જસ્મિન પટેલ પાસેથી દસ્તાવેજો મેળવી વિઝા મેળવતા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો ખોટા દસ્તાવેજ પર USA મોકલવાનું નેટવર્ક ઝડપાયું, 79 પાસપોર્ટ-વિઝા ડૉક્યુમેન્ટ જપ્ત

ભાવિન પટેલની સાયોના હોલીડેમાં રેડ કરી : વિદેશ જવા ઈચ્છતા લોકોને ખૂટતા ડોક્યુમેન્ટ બનાવી વિઝા અપાવવાના રેકેટમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ (Two Accused Arrested )કરી તેમની પાસેથી સંખ્યાબંધ બનાવટી દસ્તાવેજો કબજે કર્યા છે. ઝડપાયેલા બે આરોપીમાંથી એક આરોપી વિરુદ્ધ અમેરિકામાં ગુનો નોંધાયેલો છે. પોલીસે 39 પાસપોર્ટ, 55 સ્ટેમ્પ, જુદા જુદા બેંકોના તથા કંપનીઓના સર્ટિફિકેટ, ત્રણ પેન ડ્રાઈવ, બે હાર્ડ ડ્રાઇવ અને બે કોમ્પ્યુટર કબ્જે કર્યા છે. જે તમામ દસ્તાવેજ સાચા છે કે ખોટા તેની ખરાઈ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બેંકના ડોક્યુમેન્ટ ખોટા હોવાનું સામે આવ્યું છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચ છે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રોનક સોની હજી ફરાર : મહત્વનું છે કે પોલીસ તપાસમાં એ હકીકત સામે આવી કે બનાવટી ડોક્યુમેન્ટ બનાવનાર રોનક સોની હજી ફરાર છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ઝડપાયેલ આરોપી ભાવિન પટેલની વિરુદ્ધમાં અમેરિકામાં પણ એક ગુનો નોંધાયો છે. જેમાં એક વર્ષ જેલમાં રહ્યો હોવાની પણ હકીકત સામે આવી જેથી પોલીસે આ રેકેટમાં સંકળાયેલા તમામ આરોપીઓની ઉલટતપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો વિઝા માટેની બોગસ ડોક્યુમેન્ટ બનાવતી ફેકટરી ઝડપાઇ, કર્યો લાખોનો મુદામાલ જપ્ત

ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની આડ :અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કસ્ટડીમાં લીધેલા બંને આરોપી ભાવિન પટેલ અને જસ્મીન અશોકભાઈ પટેલ ઘાટલોડિયા વિસ્તારના રહેવાસી છે. જેઓ સીજી રોડ પર દેવપથ કોમ્પ્લેક્સમાં શાયોના હોલીડેના નામે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. પરંતુ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની આડમાં બનાવટી દસ્તાવેજોના આધારે ખૂટતા ડોક્યુમેન્ટ પૂરા કરી વિઝા અપાવવાનું ગેરકાયદે કામ કરતા હતા. વિદેશ જવા ઈચ્છતા લોકો પણ આ બંને આરોપી ભાવિન પટેલ અને જસ્મિન પટેલ પાસેથી દસ્તાવેજો મેળવી વિઝા મેળવતા હોવાનું સામે આવ્યું છે.

રિમાન્ડ મેળવવાની તજવીજ : વિદેશ જવા ઈચ્છતા લોકોને ખૂટતા ડોક્યુમેન્ટ બનાવી વિઝા અપાવવાના રેકેટ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ એ.ડી પરમારે જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓની પૂછપરછ માટે તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ કરવામાં આવી છે અને આ ગુનામાં સામેલ એક આરોપી વોન્ટેડ હોય તેને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લાગી છે.

ABOUT THE AUTHOR

...view details