પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના ગૃહિણી એવા સેજલ શાહે ગરમીથી બચવા પોતાની ગાડીને ગાયના છાણથી લીંપણ કર્યું હતું. તેમજ સેજલબેન જણાવે છે કે," અમદાવાદ આવ્યાને તેઓને 7 વર્ષ થયા છે. અમદાવાદ આવતા તેઓને જોયું તે અમદાવાદની ગરમીથી તો ત્રાહિમામ પોકારી જવાય છે ત્યારે સેજલ બેને વિચાર્યું કે, એવું કઈ કરવું છે જેથી ગરમી ઓછી લાગે.
અમદાવાદની ગૃહિણીએ ગાડી પર કર્યું છાણનું લીંપણ, બનાવી દેસી-AC કાર... - gujarat
અમદાવાદ: ગરમીથી બચવા માટે લોકો અનેક પ્રકારના પ્રયાસો કરતા હોય છે. અમદાવાદમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, ત્યારે AC વગર લોકો રહી શકતા નથી અને બહાર જવાનું પણ પસંદ કરતા ત્યારે અમદાવાદ શહેરની એક એવી ગૃહિણી છે, જેણે સૂર્ય કિરણોથી લડવા માટે ગાયના છાણથી પોતાની ગાડી પાર લીંપણ કર્યું હતું.
કાર પર દેશી AC, કાર પર કર્યુ છાણનું લીંપણ
જો કે, તેઓએ તેમના ઘરમાં મેં અમુક રૂમમાં તો ગોબરથી લીપણ કરેલું જ છે અને તેને કારણે જ તેઓને વિચાર આવ્યો કે, ગાડી પાર પણ કેમ લીંપણ ના કરું...? આ જ વિચાર સાથે તેમણે લીંપણ કર્યું અને આજે ૨૨ દિવસ થયા છે આ લીપણ કર્યાને. આ લીપણ કરતા તેઓને ૨ દિવસ લાગ્યા હતા. અને કોઈ ખરાબ દુર્ગંધ પણ આવતી નથી. વધુમાં સેજલબેન જણાવ્યું કે, "હું લોકોને પણ એ જ કહીશ કે તમે પણ કુદરતી વસ્તુ નો ઉપયોગ કરો જેના લીધે પર્યાવરણ પણ સચવાય અને જીવન જીવવામાં પણ આનંદ આવે."
Last Updated : May 25, 2019, 11:34 PM IST