અમદાવાદ: આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી છેલ્લા 18 દિવસથી શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હતા. ગત મંગળવારે આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીને કોરોનાને કારણે ફેફસાંની તકલીફ વધવાથી તેઓને વેન્ટિલેટરના સપોર્ટ ઉપર મુકવામાં આવ્યા હતાં. તેઓની ગુરુવારના રોજ સ્થિતિ ગંભીર બનતા તેઓને પ્લાઝ્મા થેરાપીનો બીજો ડોઝ પણ આપવામાં આવ્યો હતો, પરંતુ બધુ જ વ્યર્થ ગયું હતું.
મણિનગરના સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનાં આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીનું કોરોનાને કારણે નિધન
સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મણિનગરના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીનું 78 વર્ષની વયે કોરોનાને કારણે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓનાં નિધનના સમાચાર બાદ સમગ્ર સંપ્રદાય તેમજ હરિભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વર્તમાન કોરોના મહામારીને પગલે તેઓની અંતિમવિધિમાં હરિભક્તો સામેલ થઈ શક્યા નહોતા. સોશિયલ મીડિયામાં હરિભક્તોના છેલ્લા દર્શનાર્થે સ્વામીજીની અંતિમ વિધિનું લાઈવ પ્રસારણ થયું હતું.
મણિનગર
સ્વામીજીના અંતિમ દશૅન કારોના મહામારીના લીધે શક્ય ન હોવાને કારણે દરેક હરિભક્તો તેમના ઘરે જ રહીને લાઇવ દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્વામીજીના અંતિમ દર્શન દરેક હરિભક્તોએ ઓનલાઇન કર્યા હતા.
જ્યારે આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી ઉત્તરાધિકારી તરીકે સદ્ગુરુ જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ નૈરોબી, અમેરિકા અને લંડન સ્થિત હરિભક્તો, સત્સંગીઓમાં પણ શોકની લાગણી ફરી વળી છે.