અમદાવાદ : કર્ણાટકમાં શરૂ થયેલો હિજાબનો મુદ્દો સમયે (Hijab Ban in Karnataka) સમયે જોર પકડી રહ્યો છે. જેને લઈને હવે ગુજરાતમાં પણ હિજાબ પર પ્રતિબંધ મૂકવાનો વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદની શાહી જમા મસ્જિદના શાહી ઈમામ મુફ્તી શબીર અહેમદ સિદ્દીકીએ જણાવ્યું હતું કે, આપણો દેશ લોકશાહી દેશ છે અને અહીં લોકતાંત્રિક કાયદાઓ અમલમાં છે. જે લોકો આજે હિજાબ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યા છે તો તે લોકશાહીની વિરુદ્ધ છે. આ મામલે અમે સુપ્રીમ કોર્ટથી માંગણી કરીએ છીએ. કે હિજાબ તે લોકશાહી કાયદો છે. જેવી રીતે નમાજ ફરજિયાત છે, તેવી જ રીતે દરેક સ્ત્રી પર પડદો ફરજિયાત છે.
"ચૂંટણી લઈને હિજાબનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો"
સામાજિક કાર્યકર્તા નૂરજહાં દિવાને કહ્યું કે, યુપીમાં ચૂંટણી થવાના કારણે હિજાબનો મુદ્દો (Protest Over Hijab in Ahmedabad) ઉઠાવવામાં આવ્યો છે. આઝાદીને આટલા વર્ષો થઈ ગયા છે. પરંતુ ક્યારેય હિજાબનો વિરોધ (karnataka Hijab Controversy) થયો નથી. અને આ મુદ્દો ચૂંટણીના કારણે ઉઠાવવામાં આવી રહ્યો છે."