અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડિંગમાં આવેલી કોર્ટ નંબર 8માં સરકારી વકીલોની નિમણૂક કરવામાં આવી છે. આ બાબતો વિરોધ થઇ રહ્યો છે. જેનું કારણ એ છે કે છેલ્લા છ વર્ષથી આ કોર્ટ બંધ છે. આમ હોવા છતાં પણ ત્યાં સરકારી વકીલની નિમણૂક કરવામાં આવતા ક્રિમિનલ બાર એસોસિયન દ્વારા આ કોર્ટમાં થયેલી સરકારી વકીલોની નિમણૂકનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
જ્યાં જરુર છે ત્યાં કરો : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડીંગમાં કાર્યરત 8 નંબરની કોર્ટ છેલ્લા છ વર્ષથી બંધ છે. આ કોર્ટ છ વર્ષથી બંધ હોવાથી ત્યાં કોઈ પણ પ્રકારના સરકારી કેસ પણ આવતા નથી. તેમ છતાં પણ સરકાર દ્વારા ત્યાં સરકારી વકીલોની નિમણૂક કરવામાં આવી રહી છે. આ નિમણૂકને ક્રિમિનલ કોર્ટ બાર એસોસિયને તાત્કાલિક અસરથી નિમણૂક કરાયેલા સરકારી વકીલોની જ્યાં જરૂર છે ત્યાં આ વકીલોની બદલી કરવા માટે માંગ કરી છે.
આ પણ વાંચો વકીલ સાથે પોલીસકર્મીએ અસભ્ય વર્તન કરવા બાબતે ગૃહપ્રધાનને રજૂઆત, કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા
હકુમત કઇ છે :આ સમગ્ર મામલે અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ ભરત શાહે ટેલીફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેશનની બિલ્ડીંગમાં કાર્યરત મેટ્રો કોર્ટ નંબર 8 છેલ્લા 2017ના વર્ષથી એટલે કે કુલ છ વર્ષથી બંધ છે અને કોર્ટ નંબર 6માં માત્ર ને માત્ર જન્મ, મરણ જેવા પરચુરણ કામોની અરજીઓ કરવાની હકુમત છે. આ કારણના લીધે ત્યાં કોઈ પણ સરકારી કેસો પણ આવતા નથી. એક કોર્ટ બંધ હોવાની અને બીજી કોર્ટમાં માત્ર પરચુરણ કામ અંગેનો હુકમ હોવા છતાં પણ આ બંને કોર્ટમાં સરકારી વકીલોની નિમણૂક કરવામાં આવી રહી છે.