હાઈકોર્ટમાં શુક્રવારે આ મામલે રાજ્ય સરકાર તરફથી એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે RTE કાયદો અને ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે પ્રિન્ટ , ઈલેકટ્રોનિક, પેમ્લેટ, હોર્ડિંગ સહિતના માધ્યમથી પ્રચાર - પ્રસાર કરવામાં આવ્યું છે. રાજ્યમાં હાલ 574 જેટલા રિસિવિંગ કેન્દ્રો કાર્યરત છે.જેમાં RTEને લાગતી ફરિયાદનું નિકાલ લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
RTEમાં પ્રવેશમાં પ્રચાર-પ્રસારને હાઈકોર્ટે યોગ્ય ગણતા કેસનો કર્યો નિકાલ - Gujarati News
અમદાવાદઃ RTE હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં પ્રચાર - પ્રસારના અભાવને લીધે વિધાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા હોવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલી પીટીશન મામલે શુક્રવારે ચીફ જસ્ટીસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ રાજ્ય સરકાર દ્વારા સોંગદનામું રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના સરકારના એફિડેવિટમાં રજુ કરાયેલા પગલા સંતોષપૂર્ણ લાગતા હાઈકોર્ટે કેસનો નિકાલ કર્યો હોવાની વિગતો સામે આવી હતી.
જે વાલીઓને પ્રવેશ પ્રક્રિયામાં કોઈ સમસ્યા કે ગુંચવણ જાણાય તો રિસિવિગ કેન્દ્રથી નિકાલ લાવી શકાય.આ મુદે જીલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાઈમરી શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરી શકાય છે. હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા RTE માટે ઓન-લાઈન ફોર્મ ભરવાની તારીખને પણ લંબાવીને 29મી એપ્રિલ કરી દેવામાં આવી છે.આંગનવાડી બહેનોને પણ આ મામલે માહિતગાર કરવામાં આવ્યા છે. જેથી લોકોને તેમના પાસેથી પણ યોગ્ય માર્ગદર્શન મળી શકે.
રાજ્ય સરકારે વધુમાં ઉમેર્યું કે 24મી એપ્રિલ સુધીમાં RTE હેઠળ સરકાર પાસે કુલ 2.45 લાખ જેટલા ઓન-લાઈન ફોર્મ મળ્યા છે.જે પૈકી આશરે 1.80 લાખ ફોર્મને માન્ય રાખવામાં આવ્યા છે.અરજદારનો આક્ષેપ હતો કે દર વર્ષે RTE હેઠળ કેટલીક બેઠકો ખાલી રહી જાય છે અને સામે હજારો બાળકો પણ પ્રવેશથી વંચિત રહે છે. ઘણી વખત ઓન-લાઈન ફોર્મ યોગ્ય રીતે ના ભરાતા આવી પરિસ્થિતિ સર્જાય છે.