અમદાવાદ:ગુજરાતમાં (Gujarat Election 2022) ચૂંટણી ટાણે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે. ત્યારે નવરાત્રિમાં અનેક મોટા નેતાઓ આવવાના સમાચાર મળી રહ્યા છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ પ્રચાર કર્યો હતો, તેવી જ રીતે ગુજરાતમાં પણ પ્રચાર કરવામાં આવે એ પ્રકારનું (Priyanka Gandhi visits Gujarat) આયોજન કોંગ્રેસ કરી રહ્યું છે.
પ્રિયંકા ગાંધી નોરતામાં ગુજરાતના પ્રવાસે, પાવાગઢથી પ્રચાર શરૂ - પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે
ગુજરાતમાં ચુંટણી (Gujarat Election 2022) આવી રહી છે, ત્યારે નવરાત્રિમાં મોટા નેતાઓ એન્ટ્રી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના (General Secretary of Indian National Congress) મહાસચિવ પ્રિયંકા ગાંધી નવરાત્રિમાં (Priyanka Gandhi visits Gujarat on Navratri) ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મહાકાળી પાવાગઢથી (Priyanka Gandhi at Pavagadh) ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. આણંદમાં સભા ગજવશે ત્યારબાદ વડોદરામાં(Priyanka Gandhi's road show in Vadodara) રોડ શો કરશે.
પ્રિયંકા ગાંધીને આમંત્રણ:કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસે પ્રિયંકા ગાંધીવાડ્રાને ચૂંટણી પ્રચાર કરવા માટે (Priyanka Gandhi invited for election campaign) આમંત્રણ આપ્યું છે.. આગામી દિવસોમાં ગુજરાતમાં મહિલા સંમેલનમાં પ્રિયંકા ગાંધી હાજર રહે તેનું આમંત્રણ આપવામાં આવ્યું છે.રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હોવાથી ગુજરાત ચૂંટણી પ્રચારની કમાન સાંભળી શકે છે, રાહુલ ગાંધી પણ યાત્રા વચ્ચે બ્રેક કરી ગુજરાત રેલીઓ અને જનસભા સંબોધશે
પાવાગઢથી ચૂંટણી પ્રચારની શરૂઆત:કોંગ્રેસના નેતા કહ્યું હતું કે, પ્રિયંકા ગાંધીને ગુજરાત પ્રવાસ માટે આમત્રંણ અપાયું છે. પ્રિયંકા ગાંધી પવિત્ર ધાર્મિક સ્થળ મહાકાળી પાવાગઢથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. નવલા નોરતા નિમિત્તે પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi at Pavagadh in Navratri) પાવાગઢ મહાકાળીના દર્શન કરશે. આણંદ ખાતે એક લાખ મહિલાઓના સંમેલનને સંબોધશે. ત્યાર બાદ વડોદરા ખાતે ગરબા આયોજન અને વડોદરામાં (Priyanka Gandhi at Pavagadh in Navratri) રોડ શો યોજવામાં આવશે.