ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં 550થી વધુ પોલીસ જવાન રહેશે તૈનાત - ચાંગોદરથી ઝાયડસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસની અમદાવાદની મુલાકાત આવવાના છે. ત્યારે તેમની સુરક્ષા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં 550થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે.

Ahmedabad
અમદાવાદ

By

Published : Nov 27, 2020, 8:24 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અમદાવાદની મુલાકાતે
  • ચાંગોદર હેલીપેડથી ઝાયડસ બાયોટેક પાર્ક સુધી બંદોબસ્ત
  • 550થી વધુ પોલીસ જવાન રહેશે તૈનાત

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસની અમદાવાદની મુલાકાતે છે. ત્યારે તેમની સુરક્ષા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે વડાપ્રધાનની સુરક્ષામાં 550થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે.

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં 550થી વધુ પોલીસ જવાન રહેશે તૈનાત

કેવી હશે વડાપ્રધાનની સુરક્ષા

વડાપ્રધાનની ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લઇને ચાંગોદરથી ઝાયડસ સુધી 1 કિમીના રસ્તા પર ચાંપતો પોલીસ બંદોબસ્ત રહેશે. સમગ્ર 1 કિમીના રૂટ પર 550થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે. અમદાવાદ ગ્રામ્ય અને આણંદ રેંજની પોલીસ બંદોબસ્તમાં રહેશે. આ ઉપરાંત BDDS, LCB, SOG ની ટીમ પણ બંદોબસ્તમાં રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર તેમના પ્લેનમાં આવશે. જે બાદ અમદાવાદ એરપોર્ટથી હેલીકોપ્ટરમાં ચાંગોદર હેલિપેડ સુધી પહોંચશે. જે બાદ 1 કિમી સુધી જમીન માર્ગે જશે.જે 1 કિમીનો સમગ્ર રૂટ પોલીસ છાવણીમાં ફેરવાશે.

SPG અને પોલીસ દ્વારા રિહર્સલ કરાયું

વડાપ્રધાન 1 કિમીના રૂટ પર હવાઈ માર્ગે આવવાના છે. તે રૂટ પર SPG અને પોલીસ દ્વારા ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું છે. જ્યારે પણ વડાપ્રધાનનો કાર્યક્રમ હોય તે અગાઉ આ પ્રકારે રિહર્સલ કરવામાં આવે જ છે. રિહર્સલમા વડાપ્રધાનનો કાફલો SPGના અધિકારીઓ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા. સુરક્ષામાં કોઈ ચૂક ના રહી જાય તે માટે પોલીસ દ્વારા પૂરી તૈયારીઓ કરવામાં આવી છે. જેના ભાગ રૂપે માત્ર એક એક કિમીના રૂટ પર જ 550થી વધુ પોલીસ જવાન તૈનાત રહેશે અને રેન્જ આઇજી દ્વારા મોનીટરીંગ પણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details