અમદાવાદ દેશમાં રેલવેમાં દિવસેને દિવસે વિકાસથતો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા નવી આધુનિક ટ્રેન તેમજ ગેજ પરિવર્તન તેમજ નવા રેલવે સ્ટેશન લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રેલવે વધુ એક ભેટ આપી છે. જેમાં અમદાવાદના અસારવાથી ઉદયપુરસુધી નવી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. અનેક નવા રેલવે સ્ટેશન (Railway station) લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમ રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવ,અમદાવાદ શહેરના તમામ ધારાસભ્ય, અમદાવાદ શહેર મેયર કિરીટ પરમાર,સાંસદ નરહરિ અમીન સહિતના નેતા હાજર રહ્યા હતા.
વિકાસ અટકાવ્યો2014 પહેલા કેન્દ્ર સરકારે ગુજરાત વિકાસ અટકાવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે 2014 પહેલા કેન્દ્ર સરકાર પાસે રેલવેના કામ લઈને અનેકવાર રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તેને નજર અંદાજ કરવામાં આવતું હતું. પણ જયારે 2014માં ભાજપની સરકાર બનતા જ રેલવેનો વિકાસ થયો છે. 2009 થી 2014 સુધી 125 કીમી ડબલ લાઈન રેલવે ટ્રેક તૈયાર કરવામાં આવ્યો હતો. 2014થી અત્યાર સુધી 550 કિમી ડબલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. 2009 થી 2014 સુધી 500 કિમી વિદ્યુત રૂપાંતર કરવામાં આવ્યું હતું .જ્યારે 2014 બાદ 1700 કિમી રૂપાંતર કરવામાં આવ્યું છે.
કૉંગ્રેસ પર પ્રહાર કૉંગ્રેસ પર પ્રહાર વધુમાં જણાવ્યું હતું કે રાજસ્થાન સરકાર આજ સરદાર સાહેબનું અપમાન કર્યું છે. કૉંગ્રેસે સરદાર સાહેબનું અપમાન કર્યું છે. એક ગુજરાતીનું અપમાન કર્યું છે. ભાજપ સરદાર સાહેબના સન્માન માટે વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવ્યું છે. જયારે કૉંગ્રેસ સરદાર સાહેબનું અપમાન કરી રહી છે.