ગુજરાત

gujarat

ETV Bharat / state

ફાફડાના ભાવ ખિસ્સા ફાડશે, મીઠી જલેબી કડવી બની

અમદાવાદમાં વહેલી સવારથી જ ગુજરાતીઓ તો કેટલાક આગલી રાતથી જ ફરસાણની દુકાન પહોંચી જતા હોય છે.(dashera) તાજા ફાફડા, તીખું તમતમતું પપૈયાનું છીણ, સાથે લાલ મરચા અને ઘીથી લથબથ જલેબી ખાવા માટે લોકો લાંબી લાઈનમાં ઉભા રહી જાય છે.

ફાફડા, જલેબીના શોખીન હોવ તો, આ વર્ષના ભાવ પણ જાણી લો
ફાફડા, જલેબીના શોખીન હોવ તો, આ વર્ષના ભાવ પણ જાણી લો

By

Published : Oct 4, 2022, 6:13 PM IST

અમદાવાદ: ભગવાન રામે લંકેશનો વધ કર્યો અને ત્યારબાદ વિજ્યાદશમી પર્વની ઉજવણીની શરૂઆત થઈ હતી. ગુજરાતીઓની જો બીજી ઓળખ હોય તો તે ફાફડા-જલેબી છે તેમ કહીએ તો અતિશ્યોશક્તિ ના કહેવાય. આમ તો આખુ વર્ષ લોકો ફાફડા અને જલેબી ખાતા હોય છે,(price increase in fafda jalebi in dashera ) પરંતુ દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનું મહત્વ વિશેષ રહે છે. તો આવો જાણીએ કે આ વર્ષે જલેબી ફાફડા ના ભાવ શું છે અને ગત વર્ષની સરખામણીમાં કેટલો વધારો અને ઘટાડો જોવા મળ્યો છે.

ફાફડા, જલેબીના શોખીન હોવ તો, આ વર્ષના ભાવ પણ જાણી લો
ભાવમાં 5 થી 7 ટકાનો વધારો: ગયા વર્ષે ફાફડાના ભાવ 620 રૂપિયા હતા અને જલેબી ના ભાવ 720 રૂપિયા હતા. આ વર્ષના જલેબી ફાફડા નો ભાવ જાણીએ તો આ વર્ષે, જલેબી નો ભાવ 740 રૂપિયે કિલો અને ફાફડાનો ભાવ 660 રૂપિયા કિલો છે. જે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જલેબી ફાફડાના ભાવમાં 5 થી 7 ટકાનો વધારો જોવા મળ્યો છે.(dashera) રવિભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે, 'બે વર્ષ બાદ દશેરાનો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આ વર્ષે લોકોમાં જલેબી ફાફડા નો પણ ખૂબ જ મોટા મોટા ઓર્ડર મળી રહ્યા છે.'
ગુજરાતીઓની બીજી ઓળખ ફાફડા-જલેબી
અત્યારથી જ પ્રિ ઓર્ડર આવી ગયા: તેમણે આગળ જણાવ્યુ હતુ કે, 'કોરોનાના બે વર્ષ થઈ ગયા હોવા છતાં પણ જલેબી ફાફડા ગુજરાતીઓના હંમેશા સૌથી પ્રિય રહ્યા છે, તેથી આ વર્ષે 5 થી 7 ટકાનો વધારો થયો હોવા છતાં પણ જલેબી ફાફડા માટે અત્યારથી જ પ્રિ ઓર્ડર આવી ગયા છે. આ વર્ષે જલેબી ફાફડા માટે એટલા બધા ઓર્ડર આવી રહ્યા છે કે, અમારે એના માટે દસ દિવસ અગાઉથી જ તૈયારી ચાલુ કરી દેવી પડી છે.'
ફાફડા-જલેબી ખાવાનો અનેરો જ ઉત્સાહ:નવરાત્રિના છેલ્લા નોરતા સુધી મન મૂકીને ગરબા ખેલૈયાઓ રમતા હોય છે, અને ભલે રાત્રે મોડે સુધી ગરબા રમ્યા હોય પરંતુ બીજા દિવસે વહેલા ઉઠીને
ફાફડા-જલેબી ખાવાનો અનેરો જ ઉત્સાહ રહેતો હોય છે. વહેલી સવારથી જ ગુજરાતીઓ તો કેટલાક આગલી રાતથી જ ફરસાણની દુકાન પહોંચી જતા હોય છે. તાજા ફાફડા, તીખું તમતમતું પપૈયાનું છીણ, સાથે લાલ મરચા અને ઘીથી લથબથ જલેબી ખાવા માટે લોકો લાંબી લાઈનમાં ઉભા રહી જાય છે.

ABOUT THE AUTHOR

...view details