અમદાવાદમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ - વડાપ્રધાન
અમેરિકાના પ્રમુખ ગુજરાતની મુલાકાતે આવવાની શક્યતા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમ ખાતે પણ મુલાકાત કરે તેવી શકયતા સેવાઇ રહી છે, ત્યારે પ્રશાસન દ્વારા ટ્રમ્પના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ
અમદાવાદ : 700 કરોડના ખર્ચે મોટેરા સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ તેનું બહારનું કામ બાકી હજુ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પના આવવાની શક્યતાને લઈને પુર જોશમાં ચાલુ કરી દેવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો સ્ટેડિયમની અંદર પાર્કિંગ અને બહારનો રસ્તો તૈયાર કરવાની કામગીરી ચાલુ છે. સ્ટેડિયમ બહાર પણ 8 કિમીનો નવો રોડ બનાવવામાં આવ્યો છે જે આ પહેલા ખરાબ હાલતમાં હતો.